BREAKING NEWS

જામનગર એરપોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી, વાંધાજનક વસ્તુ ન મળતા હાશકારો

  • January 15, 2026 11:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગરમાં દેશના સંરક્ષણ દળની ત્રણેય પાંખ આવેલી હોય અતિસંવેદનશીલ ગણાતા શહેરના એરપોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકીનો ઇ-મેઇલ અજ્ઞાત શખ્સે કરતા મુસાફરોના જીવ તાળવે ચોંટયા હતાં. આ બનાવના પગલે એરપોર્ટ ઓથોરીટી, બોમ્બ સ્કવોડ, પોલીસ સહીતની સુરક્ષા એજન્સીઓમાં ભારે દોડધામ મચી ગઇ હતી અને એરપોર્ટ ટર્મીનલ પોલીસ છાવણીમાં ફેરવાયું હતું. જો કે, ધમકીના ઇ-મેઇલ બાદ દોઢેક કલાકના સર્ચ ઓપરેશન બાદ એરપોર્ટમાંથી કંઇ વાંધાજનક ન મળતા મુસાફરોની સાથે તંત્રએ હાશકારો અનુભવ્યો હતો. બનાવના પગલે મુસાફરો, સામાન અને વાહનોનું કડક ચેકીંગ કરાયું હતું. 


દેશના સંરક્ષણ દળ આર્મી, નેવી અને એરફોર્સની ત્રણેય પાંખ જામનગરમાં આવેલી છે. જેના કારણે જામનગરનું એરપોર્ટ અતિસંવેદનશીલ ગણાય છે. તાજેતરમાં રાજયના અન્ય શહેરોમાં એરપોર્ટ, અદાલત સહીતની ઇમારતનો ઉડાવી દેવાના ધમકીના ઇ-



૧૧.૨૭ કલાકે ઇ-મેઇલ મળ્યો,  જામનગર આવતી ફલાઇટમાં ૧૭૩ મુસાફરો હતા 

જામનગર એરપોર્ટ ઓથોરીટીના ડાયરેકટર ડી.કે.સીંધે જણાવ્યું હતું કે, બુધવારે સવારે ૧૧.૨૭ કલાકે એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીનો ઇ-મેઇલ મળ્યો હતો. જે સમગ્ર વેર્સ્ટન રીજીયનમાં સરકયુલેટ કરાયો હતો જે એલપીજી તરીકે હતો. આ સમયે મુંબઇથી આવતી જામનગર એરઇન્ડીયાની ફલાઇટ પહોંચવામાં હતી. જેમાં ૧૭૩ મુસાફરો સવાર હતાં. ધમકીનો ઇ-મેઇલ મળતા બોમ્બ થ્રેટ એસોસીએશનની તાકીદની મીટીંગ બોલાવી નોન પેસીફીક ડીકલેર કરાયું હતું.


 આ જેનરીક મેઇલ હતો. આ મેઇલના પગલે ફલાઇટમાં આવનાર ૧૭૩ મુસાફરોની સુરક્ષાને અનુલક્ષીને તમામ યાત્રીકો અને તેના સામાનનું સઘન ચેકીંગ કરાયું હતું. આટલું જ નહીં બોમ્બ સ્કવોડની મદદથી એરપોર્ટ ટર્મીનલના ખૂણેખૂણાનું ચેકીંગ પણ કરાયું હતું. 

​​​​​​​

મેઇલ મળ્યાના ચોંકાવનારા બનાવ નોંધાયા છે. જો કે, કંઇ વાંધાજનક મળ્યું નથી. ત્યારે અન્ય શહેરોની જેમ દેશના અત્યંત સંવેદનશીલ ગણાતા જામનગર એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાનો અજ્ઞાત શખ્સે બુધવારે સવારે ૧૧ વાગ્યા આસપાસ ઈ-મેઈલ કરી ધમકી આપતા ભારે ખળભળાટ સાથે ચકચાર મચી ગઇ હતી. આટલું જ નહીં એરપોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકીથી મુસાફરોના જીવ તાળવે ચોંટયા હતાં. બનાવની જાણ થતાં જ એરપોર્ટ ઓથોરિટી સહિત પોલીસ સહીત અન્ય સુરક્ષા એજન્સીના અધિકારીઓ તથા બોમ્બ સ્ક્વોડ તાબડતોબ એરપોર્ટ દોડી ગઇ હતી. આટલું જ નહીં ગણતરીની મીનીટોમાં એરપોર્ટ સંકુલ પોલીસ છાવણીમાં ફેરવાયું હતું. 


એરપોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકીના ઇ-મેઇલના પગલે જામનગરના એસપી ડો.રવિમોહન સૈનીના માર્ગદર્શન હેઠળ સીટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા, એલસીબી પીઆઇ લગારિયા, એરપોર્ટ સીકયુરીટીના પીઆઇ ચૌધરી, એઓજી પીઆઇ ચૌધરી, સીટી સીના પીઆઇ ડાભી સહીત પીએસઆઇ તથા બોબ્બ સ્કવોડ, ડોગ સ્કવોડ સહીતના કાફલાએ એરપોર્ટ પર ધામા નાખ્યા હતા અને તપાસ હાથ ધરી હતી.


 જામનગર એરપોર્ટ ડિફેન્સ એરિયા હેઠળ આવતું હોવાથી અતિ સંવેદનશીલ માનવામાં આવે છે. આથી ધમકીના પગલે બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની મદદથી એરપોર્ટના ખૂણેખૂણાની તપાસની સાથે ફ્લાઈટમાં  આવાગમન કરતા તમામ મુસાફરોનું કડક ચેકિંગ કરાયું હતું. આટલું જ નહીં થોડા સમય માટે એરપોર્ટમાં અજાણ્યા વ્યક્તિના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ફાયર બ્રિગેડની ટુકડીઓ અને એમ્બ્યુલન્સને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી. એરપોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકીના ઇ-મેઇલ મળ્યા બાદ પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા દોેઢેક કલાક સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. પરંતુ કંઇ વાંધાજનક વસ્તુ ન  મળ્યાનું સૂત્રોએ જણાવ્યું હતું. આથી તંત્ર અને મુસાફરોએ હાશકારો અનુભવ્યો હતો.


ઇ-મેઇલના મૂળ સૂધી પહોંચવા સાયબર સેલ ધંધે લાગ્યું 

જામનગર એરપોર્ટને બુધવારે સવારે બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો ઇ-મેઇલ એરપોર્ટ ઓથેરીટીને મળ્યા બાદ એરપોર્ટ સંકુલની સુરક્ષા વધારવામાં આવી હતી. સંરક્ષણ દળની પાંખના ઉચ્ચ અધિકારીઓની અવરજવર પણ વધી હતી. ત્યારે એરપોર્ટ ઓથોરિટી દ્વારા આ ધમકીભર્યા ઈ-મેઈલના મૂળ સુધી પહોંચવા સાયબર સેલની મદદ લેવામાં આવી હતી. ​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application