જેતપુર–રાજકોટ સિકસ લેનનું બે વર્ષનું કામ ચાર વર્ષે પણ પુરું નહીં થતાં હજારો લોકોને હાલાકી
જેતપુર–રાજકોટ સિકસ લેનનું બે વર્ષનું કામ ચાર વર્ષે પણ પુરું નહીં થતાં હજારો લોકોને હાલાકી
May 13, 2026 11:01 AM
સપ્ટેમ્બર ૨૦૨૨માં પોરબંદરના તત્કાલીન સાંસદ રમેશભાઈ ધડૂકે જેતપુરના ધારેશ્વર ખાતે જેતપુરથી રાજકોટ સિકસ લેન રોડનું ખાત મૂહત્પર્ત કયુ. ત્યારે આ રોડ બે વર્ષમાં પૂર્ણ થઈ જશે તેવું નેશનલ હાઇવે ઓથોરિટી દ્રારા જાહેર કરવામાં આવેલ. બે વર્ષના ચાર વર્ષ થયાં છતાં હજુ બીજા દોઢ વર્ષ એટલે કે જૂન ૨૦૨૭માં રોડનું કામ પૂર્ણ થવાનું જાહેર થતા વાહન ચાલકોને હજુ દોઢ વાઈશ સુધી તૂટેલ ઉબડ ખાબડ રોડ પર વાહન ચલવવાનો ટોલ ચૂકવવો પડી રહ્યો છે. રાજકોટ પાસે કોરાટ ચોક ખાતે એલિવેટેડ ઓવરપાસ મંજૂર કરવામાં આવ્યો છે. જેથી જાન્યુઆરી–૨૦૨૭ સુધીમાં ૨૮ ઓવરપાસ બની રાજકોટ જેતપુર સિકસ લેન રોડ ખુલ્લ ો મુકવાનો હતો તે હવે જૂન–૨૦૨૭ ખુલ્લ ો મુકવામાં આવશે, તેમ નેશનલ હાઇવે ઓથોરિટી દ્રારા જાહેર કરવામાં આવ્યું છે. આ એલિવેટેડ ઓવરપાસને કારણે આ પ્રોજેકટનો ખર્ચ પણ ૧૨૦૦ કરોડથી વધીને ૧૫૦૦ કરોડે પહોંચી જશે. એટલે જેતપુરથી રાજકોટ જતા વાહન ચાલકોને તત્કાલીન સમયે નેશનલ હાઇવે ઓથોરિટી આ સિકસ લોન રોડ બે વર્ષમાં બની જશે અને જેતપુરથી રાજકોટ માત્ર એક કલાકમાં પહોંચી જવાશે જેથી દૈનિક ૪૫ લાખ પિયાનું ઈંધણ તેમજ દરરોજ ૧૧૨૫૦ માનવ કલાકો બચશે તેવું સપનું બતાવ્યું હતું. પરંતુ બે વર્ષના ચાર વર્ષ થયાં છતાં રોડનું કામ પૂર્ણ નથી થયું અને હવે બીજા દોઢ વર્ષ એટલે કે કુલ સાડા પાંચ વર્ષ રોડનું કામ પૂર્ણ થતા થશે તેવુ નેશનલ હાઇવે ઓથોરિટી દ્રારા જાહેર તો કરવામાં આવ્યું પરંતુ સરકારી કામમાં કયારે જાહેર થયેલ તારીખે કામગીરી પૂર્ણ થતી નથી. તે બદલ તત્રં દ્રારા કોઈ કાર્યવાહી થાય છે કે કેમ? એ પ્રશ્ન છે