હજારો વીજ ગ્રાહકો એડવાન્સ વીજબિલ ભરતા થઈ ગયા

  • April 25, 2024 02:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટમાં પીજીવીસીએલ કચેરીમાંથી જ મીટર રીડિંગ થઈ શકે અને વીજ વપરાશ ઉપર દેખરેખ રાખી શકાય તેવા સ્માર્ટ પ્રિપેઇડ વીજમીટર ઘર વપરાશના ગ્રાહકોને ત્યાં લગાવવાનો પ્રથમ તબક્કો રાજકોટ અને જામનગરમાં શ થઇ ગયો છે, જેમાં બંને શહેરોમાં ઘરેલુ ગ્રાહકો અને ડિસ્ટિ્રબ્યુશન ટ્રાન્સફોર્મરમાં ૨૯૦૦ જેટલા સ્માર્ટ મીટર લગાવી દેવાયા છે અને હવે આ કામગીરી ઉતરોત્તર ગતિમાન થશે તેમ મેનેજિંગ ડિરેકટર પ્રીતિ શર્માએ જણાવ્યું હતું.

પીજીવીસીએલ દ્રારા સરકારની આર.ડી.એસ.એસ. (રિવેમ્પડ ડિસ્ટિ્રબ્યુશન સેકટર સ્કીમ) યોજના હેઠળ ખેતીવાડી અને હાઈ ટેન્શન વીજમાગ સિવાયના કંપનીના ૫૫.૮૩ લાખ વીજગ્રાહકોને ત્યાં કુલ પિયા ૩૬૦૦ કરોડના ખર્ચે સ્માર્ટ પ્રિ–પેઇડ વીજમીટર વીજગ્રાહકોમાં ઓફિસમાંથી જ મીટર રીડિંગ થઈ શકે તેવા સ્માર્ટ પ્રિપેઇડ વીજમીટર લગાવવાની મહત્વાકાંક્ષી યોજના છે. કેન્દ્ર સરકારના આર.ઈ.સી. પાવર ડેવલોપમેન્ટ એન્ડ કન્સલટન્સી લિમિટેડના મોનિટરિંગ હેઠળ અપ્રાવા એનર્જી દ્રારા કામગીરી હાથ ધરાઇ છે. બે તબક્કાની કામગીરીના પ્રથમ તબક્કામાં સૌપ્રથમ રાજકોટના મહિલા કોલેજ સબ ડિવિઝનના પારસ ફીડર હેઠળના આફ્રિકા કોલોની, દર્શન સોસાયટી, સૌરાષ્ટ્ર્ર કલા કેન્દ્ર, કૈલાશ ધારા, પારસ, પ્રકાશ સહિતની દોઢસો ફટ રિંગ રોડથી શહેર તરફની સોસાયટીઓમાં ૬૦૦ જેટલા ગ્રાહકોના ઘરોમાં સ્માર્ટ મીટર સફળતાપૂર્વક ફિટ થઈ ગયા છે. યારે જામનગરમાં સેન્ટ્રલ સેન્ટ્રલ ઝોનમાં તેમજ સિક્કા પાવર સ્ટેશન કોલોનીમાં ૮૦૦ જેટલા ઘરોમાં સ્માર્ટ મીટરનું કામ થઈ ગયું છે.


સૂત્રોના જણાવ્યા મુજબ ઘર વપરાશના મીટર બદલવા ઉપરાંત વિવિધ વિસ્તારોમાં ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર ઉપર પણ સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી રાજકોટ, જામનગર ઉપરાંત સુરેન્દ્રનગર અને જૂનાગઢના જુદા જુદા વિસ્તારોમાં ગતિમાન છે. તેમાં રાજકોટના ૮૫૦ અને જામનગરમાં ૬૫૦ ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર ઉપર સ્માર્ટ મીટર ફીટ થઈ ચૂકયા છે. હાલ હાથ ધરાયેલી સ્માર્ટ મીટરની કામગીરીમાં જૂન ૨૦૨૦ સુધીમાં ૧.૦૯ લાખ ઘરેલું ગ્રાહકોના મીટરો બદલવાનો લયાંક રાખવામાં આવ્યો છે.


એમ.ડી.ના જણાવ્યા મુજબ હાલ ઉનાળાની હીટ વેવ જેવી સખત ગરમીને કારણે શટ ડાઉન (વીજળી બંધ) ઓછું આપવું પડે તે કારણે વહેલી સવારથી કામગીરી શ કરીને બપોરે સૂરજ માથા ઉપર આવે તે પહેલા પૂરી કરવામાં આવે છે. આ કામગીરી ઉતરોતર ગતિમાં આવશે, હાલ રાજકોટમાં મહિલા કોલેજ સબડિવિઝન હેઠળના ૧૫૦ ફટ રોડથી શહેર તરફના પારસ ફીડર હેઠળ ચાલી રહી છે, આ ફીડર પૂરો થતા જલારામ ફીડર અને મહાવીર ફીડર હેઠળના વિસ્તારના ઘરોમાં કામગીરી શ થનાર છે. આ પહેલા રાજકોટમાં કેટલાક ઉચ્ચ સરકારી અધિકારીઓના આવાસો અને સરકારી કચેરીઓમાં પણ સ્માર્ટ પ્રીપેઇડ વીજ મીટર લગાવવાની કામગીરી કરવામાં આવી હતી. સ્માર્ટ પ્રિ–પેઇડ મીટર લગાવવાથી વીજગ્રાહકો મોબાઈલ ફોનની માફક પોતાની જરીયાત મુજબ રિચાર્જ કરી શકશે. પીજીવીસીએલનાં કર્મચારીઓને મીટર રીડિંગ માટે વખતો વખત બ જવાની જરીયાત રહેશે નહિ, જેથી સમયનો પણ બચાવ થશે, જો કોઈ વીજ ગ્રાહકનું રિચાર્જ રાત્રીના પૂરૂ થઇ જાય તો આવા ગ્રાહકોને રાત્રીના વીજળી વગર રહેવું નહી પડે, તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે,તેમ જણાવાયું છે

એડવાન્સ રિચાજિગ માટે પીજીવીએલ મોબાઈલ એપ ડાઉનલોડ કરવું જરૂરી

જે ગ્રાહકના ઘરમાં જુનું ડિજિટલ મીટર બદલીને સ્માર્ટ મીટર મુકાઈ ગયું હોય તેવા ગ્રાહકે મોબાઈલ ફોનમાં ખાસ એપ ડાઉનલોડ કરવાનું હોય છે, જેમાં પ્લેસ્ટોર ઉપરથી પીજીવીસીએલ સ્માર્ટ મીટર એપ ડાઉનલોડ કરી, ત્યારબાદ એપમાં ફસ્ર્ટ ટાઈમ યુઝર સિલેકટ કરવું યુઝર નેઇમ અને પાસ વર્ડ પોતાની રીતે આપવા. જેમાં પાસવર્ડ કેપિટલ અક્ષર, નંબર અને સ્પેશ્યલ કેરેકટરવાળો આઠ આંકડાનો હોવો જરી, બધો ડેટા ભરીને તેમાં રજિસ્ટર મોબાઇલ નંબર નાખવો તેમાં ઓટીપી આવશે, તે નાખવો, આ રજિસ્ટ્રેશન સકસેસફુલ થયાં બાદ વીજ બિલ મુજબનો ગ્રાહક નંબર નાખવો, જેમાં નામ સહિતની વિગત આવી જશે, અને ત્યારબાદ રિચાજિગ થઈ શકશે. તેમાં રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર કંપની દ્રારા આ મુજબ એસએમએસ મોકલવામાં આવે છે : ''પ્રિય ઉપભોકતા, તમારા ગ્રાહક નંબર .....તમારા વીજ વપરાશનું બેલેન્સ પૂં થઈ ગયેલ છે તો વીજ જોડાણ ડિસકનેકટ થતું બચાવવા તાત્કાલિક તમાં એકાઉન્ટ રિચાર્જ કરો. રિચાર્જ કરવા માટે : વિંિંાત:ાલદભહ.ભજ્ઞળતળ પર કિલક કરો.''  ઉપરોકત એસએમએસ મળ્યે ગ્રાહકે મોબાઇલમાં પીજીવીસીએલ સ્માર્ટ મીટર એપ ખોલીને રિચાજિગ કરી શકાશે અથવા સબ ડિવિઝન કચેરીમાં સ્ટાફની મદદથી રિચાજિગ પ્રોસિજરની જાણકારી મેળવી શકશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application