ભાવનગર જિલ્લાના પાલીતાણામાં આવેલ શત્રુંજય ગિરિરાજની વર્ષમાં એક જ દિવસ મોટી યાત્રા થાય છે, જે છ'ગાઉની મહાયાત્રા કહેવાય છે, જે ફાગણ સુદ તેરસના દિવસે જ થાય છે.આજે આ યાત્રા યોજાઈ હતી.જેને ઢેબરા તેરસ કહે છે.તેમાં એક લાખ જેટલા જૈન અને જૈનેતરો વહેલી સવારથી ઉમટ્યા હતા.
જ્યારે કચ્છી જૈન સમાજ એક દિવસ પૂર્વે એટલે શુક્રવારે યાત્રા કરી હતી. યાત્રા દરમિયાન કોઈ પણ યાત્રિકોને અગવડ ન પડે તેના ભાગ રૂપે સિદ્ધવડ ખાતે ૯૦ જેટલા પાલ ઉભા કરાયા છે.
ભાવિકોએ પાલીતાણા શહેરમાં આવેલ તળેટીથી પ્રારંભ કરીને ગિરિરાજ ઉપર દાદા આદેશ્વર ભગવાનના દર્શન કરી પાછળની બાજુ એટલે કે ઉલ્લખાજલ, ચંદન તલાવડી ,ભાડવા ડુંગર પર રહેલ ચરણ પાદુકાના દર્શન કરી પાછા આદપુર ગામમાં આવેલા સિદ્ધવડ ખાતે યાત્રા પૂર્ણ કરી હતી.છ ગાઉની યાત્રા ખુલ્લા પગે કરવાથી કર્મોની ધૂળ દૂર થાય છે.ભગવાન શ્રીકૃષ્ણના પુત્ર શાંબ અને પ્રદ્યુમન સાડા ચાર કરોડ મુનિઓ સાથે આ યાત્રા કરીને મોક્ષ
પ્રાપ્ત કર્યો હતો.
આ જાત્રા કરનાર શ્રદ્ધાળુઓનું સિદ્ધવડ ખાતે બહુમાન કરી સંઘપૂજન કરાઇ છે. તેમજ સિદ્ધવડખાતે શેઠ આણંદજી કલ્યાણજી પેઢી અને દેશભરના વિવિધ જૈન સંઘો અને મંડળો દ્વારા ૯૦ જેટલા પાલ ઊભા કરાયા છે. જેમાં ચા-પાણી, ઢેબરા-દહીં, ખાખરા, તરબૂચ, દ્રાક્ષ, તેમજ લીંબુ શરબત,વરીયાળી શરબત, શેરડીનો રસ, સાકર પાણી, સહિતની અલગ અલગ વયવસ્થા કરવામાં આવી હતી . જેનો બહોળી સંખ્યામાં ભાવિકોએ ધર્મલાભ લીધો છે.આ ઉપરાંત ચોવિહારની પણ વ્યવસ્થા ભાવિકો માટે ઉભી કરવામાં આવી છે. આ યાત્રા માટે એસ. ટી. તંત્ર દ્વારા ૪૦ જેટલી એક્સ્ટ્રા બસો દોડાવાઈ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટમાં ક્રિકેટનો જંગ: ઇન્ડિયા-ઇંગ્લેન્ડના ખેલાડીઓનું ભવ્ય સ્વાગત, ગરબાની રમઝટથી કાઠિયાવાડી રંગત
January 27, 2025 12:53 AMતેલંગાણા: વારંગલમાં ટ્રકમાંથી ઓટો પર રેલ્વે ટ્રેકના સળિયા પડ્યા, 1 બાળક સહિત 7 લોકોના મોત, 6 ઘાયલ
January 26, 2025 05:14 PMખેડૂતો પોતાની માંગણીઓ પર અડગ, ગણતંત્ર દિવસે પંજાબમાં યોજવામાં આવી ટ્રેક્ટર માર્ચ
January 26, 2025 04:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech