ગંભીર ઉષ્ણકટિબંધીય ચક્રવાત ચિડોએ ફ્રાન્સના શાસન હેઠળના હિન્દ મહાસાગરમાં આવેલા દ્રિપ સમુહ મેયોટમાં ભારે તબાહી મચાવી છે અને હજાર જેટલા લોકોના મોત નિપજયા હોવાની આશંકા સેવાઈ રહી છે. વાવાઝોડાને કારણે મેયોટમાં ભારે નુકસાન થયું છે. કેટલાક સ્થળોએ સમગ્ર વિસ્તાર નાશ પામ્યો હતો.
હિંદ મહાસાગરના ટાપુઓ પર ત્રાટકેલા ગંભીર ઉષ્ણકટિબંધીય ચક્રવાતે મોટા પાયે વિનાશ કર્યેા છે. ફ્રાન્સના મેયોટમાં ચક્રવાત ચિડોના કારણે અરાજકતા છે. ફ્રાન્સના એક ટોચના સરકારી અધિકારીએ રવિવારે જણાવ્યું હતું કે ચક્રવાત ચિડોના કારણે અત્યાર સુધીમાં હજારો લોકોના મોત થયા છે. આફ્રિકાના કિનારે દક્ષિણ–પૂર્વ હિંદ મહાસાગરમાં સ્થિત મેયોટ, ફ્રાન્સ અને યુરોપિયન યુનિયનનો સૌથી ગરીબ વિસ્તાર છે. અધિકારીના જણાવ્યા અનુસાર, ૯૦ વર્ષમાં મેયોટમાં આ સૌથી ભયંકર ચક્રવાત છે.
મેયોટ પ્રીફેકટ ફ્રાન્કોઈસ–ઝેવિયર બ્યુવિલે ચક્રવાતના કારણે થયેલા વિનાશ વિશે માહિતી આપી હતી. તેમણે કહ્યું, મને લાગે છે કે સેંકડો લોકો મૃત્યુ પામ્યા છે, કદાચ સંખ્યા એક હજારની આસપાસ પહોંચી જશે. તેમણે કહ્યું કે હિંદ મહાસાગરના ટાપુઓ પર આવેલા ગંભીર ઉષ્ણકટિબંધીય ચક્રવાતને કારણે થયેલા ભારે વિનાશ બાદ હજુ ચોક્કસ આંકડો જાણી શકાયો નથી.
ચક્રવાત ચિડો હવે આફ્રિકાના પૂર્વ કિનારે પહોંચી ગયું છે. રાહત સહાય એજન્સીઓએ ઉત્તર મોઝામ્બિકમાં વ્યાપક જાનહાનિ અને સંપત્તિને ગંભીર નુકસાન થવાની આશંકા વ્યકત કરી છે. ફ્રાન્સના ગૃહ પ્રધાન બ્રુનો રિટેલોએ પેરિસમાં કટોકટીની બેઠક બાદ જણાવ્યું હતું કે માયોટમાં મૃત્યુઆકં વધુ હોવાની આશંકા છે. ચક્રવાત દક્ષિણ–પૂર્વ હિંદ મહાસાગરમાંથી પસાર થયું હતું, જેણે કોમોરોસ અને મેડાગાસ્કરને પણ અસર કરી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે ૯૦ વર્ષમાં મેયોટમાં આ સૌથી ભયંકર ચક્રવાત છે. ફ્રાન્સના વડા પ્રધાન ફ્રાન્કોઈસ બાયરેયુએ જણાવ્યું હતું કે મેયોટમાં મુખ્ય હોસ્પિટલ અને એરપોર્ટ સહિત જાહેર ઈન્ફ્રાસ્ટ્રકચરને ગંભીર નુકસાન થયું છે. તેમણે કહ્યું કે ઝૂંપડપટ્ટીમાં રહેતા ઘણા લોકોને ખૂબ જ ગંભીર જોખમોનો સામનો કરવો પડે છે.
ફ્રેન્ચ હવામાન સેવા અનુસાર, ચિડોને કારણે ૨૨૦ કિલોમીટર પ્રતિ કલાકથી વધુની ઝડપે પવન ફંકાયો હતો, જેના કારણે મેયોટમાં અનેક મકાનોને નુકસાન થયું હતું. આફ્રિકાના પૂર્વ કિનારાથી લગભગ ૮૦૦ કિલોમીટર દૂર બે મુખ્ય ટાપુઓમાં ફેલાયેલ મેયોટની વસ્તી ૩ લાખથી વધુ છે. કેટલાક સ્થળોએ સમગ્ર વિસ્તાર નાશ પામ્યો હતો. સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું હતું કે ઘણા વૃક્ષો ઉખડી ગયા હતા અને હોડીઓ પલટી કે ડૂબી ગઈ હતી. ફ્રાન્સના રાષ્ટ્ર્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને કહ્યું કે તેઓ સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMપૂર્વ CM વસુંધરા રાજેના કાફલાનો પાલીમાં અકસ્માત, પોલીસનું વાહન પલટતા પાંચ પોલીસકર્મી ઘાયલ
December 22, 2024 07:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech