જેને પરિણામો પસંદ નથી પડતા તેઓ ઈલેકશન કમિશનને બલિનો બકરો બનાવે છે: રાજીવ કુમાર

  • February 18, 2025 02:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
ભારતના નવા મુખ્ય ચૂંટણી કમિશનરની જાહેરાત કરવામાં આવી છે. આજથી કેરળ કેડરના આઈએએસ અધિકારી જ્ઞાનેશ કુમાર ચૂંટણી કમિશનર તરીકે જવાબદારી સંભાળશે. અત્યાર સુધી આ પદ સંભાળી રહેલા રાજીવ કુમારે ગઈકાલે પોતાનો વિદાય સંદેશ આપ્યો. આ દરમિયાન તેમણે કહ્યું કે ચૂંટણી પંચને 'બલિનો બકરો' બનાવવામાં આવે છે. તેમણે એમ પણ કહ્યું કે જો કોઈ રાજકીય પક્ષ ચૂંટણી હારી જાય છે, તો ચૂંટણી પંચને દોષ આપવાની આદતનો અંત આવવો જોઈએ.


તેમણે કહ્યું કે ચૂંટણીના પરિણામો સ્વીકારવા માંગતા ન હોય તેવા લોકો દ્વારા ઘણીવાર એક સંસ્થા તરીકે કમિશનને અન્યાયી રીતે જવાબદાર ઠેરવવામાં આવે છે. બીજી ચિંતા એ છે કે ચૂંટણી લડ્યા પછી ચૂંટણી અધિકારીઓને નિશાન બનાવવાનું વધતું વલણ. તેને પોતાની સુવિધા માટે બલિનો બકરો બનાવવામાં આવે છે.


તેમણે કહ્યું કે રાજકીય પક્ષો ચૂંટણી પ્રક્રિયાના દરેક સ્તરે તૈયારીઓમાં સામેલ હોય છે, જેમાં સંપૂર્ણ પારદર્શિતા હોય છે અને ત્યારે વાંધો ઉઠાવવામાં નથી આવતો પરંતુ પાછળથી શંકા કરવામાં આવે છે, જે ખોટી વાત છે. ખાસ વાત એ છે કે વિપક્ષ આરોપ લગાવી રહ્યું છે કે ચૂંટણી પંચ ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપે છે. જોકે, કમિશન દ્વારા આ આરોપોને વારંવાર નકારી કાઢવામાં આવ્યા છે.


ગઈકાલે કાયદા મંત્રાલયે માહિતી આપી કે ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને નવા મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ચૂંટણી પંચના સભ્યોની નિમણૂક માટે નવા કાયદા હેઠળ નિયુક્ત થનારા કુમાર પ્રથમ મુખ્ય ચૂંટણી કમિશનર છે. તેમનો કાર્યકાળ 26 જાન્યુઆરી, 2029 સુધી રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application