બેંકિંગ સેકટર રેગ્યુલેટર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ બેંકો પાસેથી લોન લેનારાઓને વિલફુલ ડિફોલ્ટર તરીકે વર્ગીકૃત કરવા માટે ૬ મહિનાથી વધુ સમય આપવાની બેંકોની માંગને ફગાવી દીધી છે. આરબીઆઈએ બેંકોને સ્પષ્ટ્રપણે કહ્યું છે કે જે કોઈ વ્યકિત જાણી જોઈને બેંકો પાસેથી લીધેલી લોન પરત નથી કરી રહી, તેને છ મહિનાની અંદર વિલફુલ ડિફોલ્ટર જાહેર કરવાની પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે. આરબીઆઈએ વિલફુલ ડિફોલ્ટર્સ જાહેર કરવાની સમય મર્યાદા ઘટાડીને છ મહિના કરી હતી. આરબીઆઈના આ નિર્ણયથી બેંકો નારાજ છે.
પ્રા અહેવાલ મુજબ, થોડા દિવસ પહેલા જ આરબીઆઈએ બેંકોને સ્પષ્ટ્રપણે કહ્યું છે કે બેંકો પાસેથી લોન લેનાર કોઈપણ વ્યકિતને છ મહિનાની અંદર વિલફુલ ડિફોલ્ટર જાહેર કરવાની પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે. આરબીઆઈનું માનવું છે કે બેંકોમાંથી લોન પર ડિફોલ્ટ કરનારા લોકોને વિલફુલ ડિફોલ્ટર જાહેર કરવાની પ્રક્રિયામાં વિલબં થવાથી સંપત્તિના મૂલ્યમાં ઘટાડો થાય છે અને સંપત્તિના મૂલ્યમાં થતા ઘટાડાને રોકવા માટે આરબીઆઈએ આ નિર્ણય લીધો છે. આરબીઆઈનું આ પગલું બેંકોને લોન ડિફોલ્ટની કટોકટીમાંથી તો બચાવશે જ પરંતુ નાણાકીય સ્થિરતા જાળવવામાં પણ મદદ કરશે.
બેંકો પાસેથી લોન લેનારાઓને વિલફુલ ડિફોલ્ટર જાહેર કરવા માટે આરબીઆઈએ બ્લુપ્રિન્ટ તૈયાર કરી છે. આ નિયમ હેઠળ, જો બેંકમાંથી લોન લેનાર વ્યકિત ૯૦ દિવસથી વધુ સમય સુધી મુદ્દલ અને વ્યાજની ચુકવણી ન કરે તો તેનું લોન ખાતું જાહેર કરવામાં આવે છે. બેંકો પછી ગ્રાહકને વિલફુલ–ડિફોલ્ટર તરીકે આંતરિક રીતે ચેતવણી આપે છે. આ પછી લોન લેનાર વ્યકિતને પોતાનો પક્ષ રજૂ કરવા માટે સમય આપવામાં આવે છે. પરંતુ ઘણી વખત લેનારા આ સમયનો ઉપયોગ પ્રક્રિયાને પાટા પરથી ઉતારવા અથવા વિલબં કરવા માટે શ કરે છે.
આ જ કારણ છે કે આરબીઆઈ આવી વ્યકિતને વિલફુલ ડિફોલ્ટર જાહેર કરવાની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે બેંકોને છ મહિનાથી વધુ સમય આપવાના પક્ષમાં નથી. આરબીઆઈ માને છે કે વિલફુલ ડિફોલ્ટર એક સંવેદનશીલ બાબત છે જેનું રાજકીયકરણ પણ થાય છે. આવી સ્થિતિમાં બેંકોએ આવા લોકો સામે તાત્કાલિક કાયદાકીય પ્રક્રિયા શ કરવી જોઈએ જેથી લોન લેનાર વ્યકિત દેશ છોડીને ભાગી ન શકે. એકવાર કોઈ વ્યકિત વિલફુલ ડિફોલ્ટર જાહેર થઈ જાય પછી, આ ટેગ લાગુ કરીને તે વ્યકિત માટે લોન લેવાના તમામ દરવાજા બધં થઈ જાય છે. સાથે જ સમાજમાં શરમનો સામનો કરવો પડે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોરબંદર મહાનગરપાલિકાની મિલકત ટ્રાન્સફર ફી રાજકોટ અમદાવાદ કરતા પણ વધારે
April 02, 2025 03:02 PMમાધવપુરના મેળાનું મુખ્યમંત્રીના હસ્તે થશે ઉદ્ઘાટન
April 02, 2025 03:01 PMગોરમાવડીના પાવન ઉત્સવની ભાવભીની ઉજવણી થઇ સંપન્ન
April 02, 2025 03:00 PMઆજકાલની ૨૨મા વર્ષમાં અડીખમ સફર સફાઇ સૈનિકોના બાળકોના અતિથિપદે કેક કટીંગ
April 02, 2025 02:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech