ફિનલેન્ડમાં નોકરી ન હોય તેમને ૩ મહિનામાં દેશ છોડવા ફરમાન

  • September 11, 2023 11:21 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ફિનલેન્ડની વસતી ઘટી રહી હોવાથી તેની ઈકોનોમીને સ્થિરતા આપવા માટે લોકોની જર છે. બીજી તરફ જેઓ ફિનલેન્ડમાં નોકરી નથી કરતા અથવા તો જોબ ગુમાવી છે તેમણે ત્રણ મહિનામાં જ ફિનલેન્ડ છોડવું પડશે તેવો આદેશ આપવામાં આવ્યો છે. અહીં ફિનિશ અને સ્વિડિશ ભાષાની આવડતને વધારે પ્રાથમિકતા આપવામાં આવે છે. ગયા વર્ષે અહીં ૧૫,૦૦૦ ફસ્ર્ટ ટાઈમ પરમિટ આપવામાં આવી હતી.



વિશ્વના સૌથી શાંત અને સુખી દેશ ગણવામાં આવતા ફિનલેન્ડમાં વિદેશી ઈમિગ્રન્ટસ માટે નિયમો કડક બનાવવામાં આવી રહ્યા છે. ફિનલેન્ડમાં રહેતી યુરોપિયન યુનિયન સિવાયની વ્યકિતએ ગમે ત્યાં નોકરી શોધવી પડશે. જો તે ત્રણ મહિનાથી બેરોજગાર હશે તો તેણે ફિનલેન્ડ છોડવાની તૈયારી રાખવી પડશે. ફિનલેન્ડના આર્થિક બાબતોના મંત્રાલયે નોન–ઈયુ વર્ક પરમિટ હોલ્ડરો માટે કડક બનવાનું નક્કી કયુ છે. સરકારે જાહેર કરેલા નવા પ્રોગ્રામ અનુસાર વર્ક પરમિટ હોલ્ડર પાસે ફિનલેન્ડમાં કામકાજ હોવું જરી છે. તેઓ બેરોજગાર થાય તો ત્રણ મહિનાની અંદર નવી જોબ શોધવી પડશે અથવા ફિનલેન્ડ છોડવું પડશે.


નવા રેગ્યુલેશન હેઠળ કોઈ વ્યકિતની રોજગારી જતી રહે તો તેણે રેસિડેન્સ પરમિટ પણ ગુમાવવી પડશે. મંત્રાલયે જણાવ્યું કે હાલના રેગ્યુલેશનમાં બેરોજગારીના સ્વીકાર્ય સમયગાળા અંગે ગાઈડલાઈનનો અભાવ છે. હાલમાં કોઈ મોનિટરિંગ સિસ્ટમ ન હોવાના કારણે નવા કડક નિયમો ઘડવા પડા છે. નવા કાયદા લાગુ થાય તે માટે કોઈ પરમિટ હોલ્ડર જોબ ગુમાવે ત્યારે તરત તેની કંપની કે એમ્પ્લોયરે આ વિશે ઈમિગ્રેશન ઓથોરિટીને જાણ કરવી પડશે. જો એમ્પ્લોયર આવી જાણકારી નહીં આપે તો તેને પણ સરકાર દ્રારા દડં કરવામાં આવશે. ફિનલેન્ડમાં નોન–ઈયુ દેશોમાંથી જે લોકો આવે છે તે મુખ્યત્વે કામના ઈરાદાથી આવતા હોય છે. ૨૦૨૨માં કામના આધારે ૧૫,૦૦૦ ફસ્ર્ટ ટાઈમ પરમિટ આપવામાં આવી હતી. રિન્યુઅલ સાથે કુલ વર્ક પરમિટની સંખ્યા વધીને ૨૮,૦૦૦ થઈ હતી તેમ ઈમિગ્રેશન ઓથોરિટી જણાવે છે.

મંત્રીએ જણાવ્યું કે ભવિષ્યમાં ફિનલેન્ડમાં વર્ક બેડ રેસિડન્સ પરમિટ પર વધારે આકરી નજર રાખવામાં આવશે. ચાલુ વર્ષમાં એક રિસર્ચમાં જાણવા મળ્યું હતું કે ફિનલેન્ડે પોતાની વસતીને સ્ટેબિલાઈઝ કરવી હશે તો ૪૪,૦૦૦ ઇમિગ્રન્ટને પોતાનામાં સમાવવા પડશે. જોકે, આ માટે જરી કાયદો બનાવવામાં સમય લાગ્યો હોવાના કારણે તેનો અમલ કરવામાં ૨૦૨૫નું વર્ષ આવી જશે.
૨૦૨૦૨૦૨૧માં ફિનલેન્ડની વસતીમાં ૦.૯ ટકાનો વધારો થયો હતો. જૂન ૨૦૨૨ના આંકડા પ્રમાણે ફિનલેન્ડમાં લગભગ ૨.૫૦ લાખ લોકો રોજગારી ધરાવતા હતા અને રોજગારીનો દર ૭૪ ટકા હતો. હાલમાં ફિનલેન્ડમાં ખાલી પોસ્ટની સંખ્યા લગભગ ૧૪,૦૦૦ જેટલી છે જે છેલ્લા ૧૫ વર્ષનો સૌથી ઉંચો આંકડો છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application