અમારી સાથે ટકરાશે તેને ભારે કિંમત ચૂકવવી પડશે : ઈઝરાયેલના PM નેતન્યાહુ

  • August 05, 2024 03:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


​​​​​​​હમાસ અને હિઝબુલ્લાના ટોચના નેતાઓને નિશાન બનાવ્યા બાદ હવે ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ફરી એકવાર પોતાના દુશ્મનોને ચેતવણી આપી છે. ગાઝામાં હમાસના આતંકવાદીઓને ખતમ કરવાની હાકલ કરતા નેતન્યાહુએ કહ્યું કે તેઓ ટૂંક સમયમાં જ યુદ્ધના તમામ ઉદ્દેશ્યો હાંસલ કરશે.


ઈઝરાયલના પીએમ એ પણ જાહેરાત કરી હતી કે તેઓ તેમના તમામ બંધકોને જલ્દી જ સ્વદેશ પરત લાવશે.


નેતન્યાહુએ કહ્યું કે ઈરાન અને તેના અનુયાયીઓ અમને આતંકવાદના ચુંગાલમાં ફસાવા માંગે છે પરંતુ અમે જાણીએ છીએ કે તેમને દરેક મોરચે કેવી રીતે જવાબ આપવો. તે નજીક હોય કે દૂર અમે કોઈ પણ દુશ્મનને છોડીશું નહીં.  જે કોઈ અમને નુકસાન પહોંચાડવા માંગે છે તેને ખૂબ જ ભારે કિંમત ચૂકવવી પડશે.


નેતન્યાહુએ તેના દિગ્ગજ ભૂતપૂર્વ નેતા અને સ્થાપક ગીવ જાબોટિન્સકીની મૃત્યુની વર્ષગાંઠ પર આયોજિત રાજ્ય સમારોહમાં આ ચેતવણી આપી હતી.

હમાસ નેતાની હત્યા બાદ સ્થિતિ વણસી

તેહરાનમાં હમાસના રાજકીય નેતા ઈસ્માઈલ હનીયેહની હત્યા બાદ ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેની સ્થિતિ વધુ વણસી ગઈ છે. ઈરાને આ માટે ઈઝરાયેલને જવાબદાર ઠેરવ્યું છે.  જોકે ઈઝરાયેલના અધિકારીઓ દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં આવી નથી.

ઇઝરાયેલ અને હિઝબુલ્લા વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ


બંને દેશો વચ્ચેની સ્થિતિ વણસી રહી છે, કારણકે હિઝબુલ્લાહ અને ઇઝરાયેલ વચ્ચે યુદ્ધ તરીકે મહિનાઓથી સીમા પાર અથડામણો ચાલી રહી છે. બંને હરીફોએ છેલ્લે 2006માં વિનાશક યુદ્ધ લડ્યું હતું, જેમાં ઇઝરાયેલે બેરૂતમાં લેબનોનના એકમાત્ર પેસેન્જર એરપોર્ટ પર બોમ્બમારો કર્યો હતો.


વર્તમાન પરિસ્થિતિની ગંભીરતાને કારણે ભારત સહિત વિવિધ દૂતાવાસોએ તેમના નાગરિકોને કોમર્શિયલ ફ્લાઈટ્સ ઉપલબ્ધ હોય ત્યારે લેબનોન છોડવા વિનંતી કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application