ભારતની લોકશાહીને બે વર્ષ સુધી અંધકારયુગમાં ધકેલી દેનાર કટોકટીના કાળા દિવસોની આજે ૫૦મી વરસી. અલાહાબાદ હાઈ કોર્ટે તત્કાલીન વડાં પ્રધાનની લોકસભામાં ચૂંટણીને રદબાતલ ઠરાવી અને ગિન્નાયેલા વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ દેશમાં કટોકટી ઝીંકી દીધી. એક હાઈકોર્ટ પોતાને સત્તા પરી હટાવવાની હિંમત કરે એ તેમનાી સહન ઇ શકે તેમ નહોતું. માત્ર ઇન્દિરા ગાંધીી નહીં, પરદા પાછળ સરકાર ચલાવનાર સંજય ગાંધી માટે પણ સત્તા ગુમાવવી પડે એ સહન ાય તેમ જ નહોતું. અને પછી દેશમાં દમન અને પ્રતાડનાનો દોર ચાલ્યો. મનસ્વી શાસનની શરૂઆત ઇ. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો પણ ઘૂંટણભેર ઇ ગયા. સુપ્રીમ કોર્ટમાં કટોકટી અંગેના કેસમાં માત્ર ન્યાયમૂર્તિ એચ. આર. ખન્નાએ ભિન્નમત વ્યક્ત કર્યો હતો, જ્યારે ખંડપીઠ પરના ચાર અન્ય વિદ્વાન ન્યાયમૂર્તિઓ મૌન રહ્યા હતા અને સરકારનો દૃષ્ટિકોણ સ્વીકારવામાં આવ્યો હતો. બંધારણે નાગરિકોને બક્ષેલા મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવા બદલ ન્યાયમૂર્તિ ખન્નાને સુપરસીડ કરવામાં આવ્યા. એ અંધકારભર્યા દિવસોમાં સર્વોચ્ચ અદાલત તેના સૌી નીચલા સ્તરે પહોંચી ગઈ હતી. લોકશાહીનો ચોો સ્તંભ ગણાતું મીડિયા દેશના અંધારિયા સમયમાં નાગરિકોની પડખે ઉભા રહેવાને બદલે તત્કાલીન સરકારની જોહુકમીને તાબે ઈ ગયા હતા. લાલકૃષ્ણ અડવાણીના શબ્દોમાં કહીએ તો માત્ર ઝૂકવાનું કહેવામાં આવ્યું ત્યારે મીડિયા ભાંખોડિયા ભરતું ઈ ગયું હતું. રામના ગોએન્કાનું ઇન્ડિયન એક્સપ્રેસ, ધ સ્ટેટ્સમેન અને મેઇનસ્ટ્રીમ જેવાં કેટલાંક પ્રકાશનો અપવાદરૂપ હતાં. રામના ગોએન્કાએ છેલ્લે સુધી ઇન્દિરા, જેને તેઓ અંગત સંબંધના દવે ઇન્દુ કહેતા હતા, સામે છેલ્લે સુધી ઝીંક ઝીલી. ગોએન્કા સરકારના પાગિયાને ઇન્ડીયન એક્સપ્રેસ વેચી દે તે માટે ભયંકર દબાણ ઉભું કરવામાં આવ્યું. ગોએન્કાએ ગમે તેમ કરીને બે વર્ષ ખેંચી કાઢ્યા અને એક્સપ્રેસ બચી ગયું.
૨૧ મહિના સુધી દેશના નાગરિકોના મૂળભૂત અધિકારો છીનવાયા સો સંજય ગાંધીના પાંચ-સૂત્રીય કાર્યક્રમનો પણ અમલ શરૂ યો. આ પાંચ-સૂત્રીય કાર્યક્રમો પૈકી સૌી વિવાદાસ્પદ અને ચર્ચાસ્પદ મુદ્દો હતો ’નસબંધી’નો. દેશભરમાં નસબંધી અભિયાન કડક રીતે અમલમાં મુકાયું. લોકોને પકડી પકડીને નસબંધી કરી દેવામાં આવી. આ અભિયાન માટે લોકોને તૈયાર કરવા કે સમજાવવાનો કાર્યક્રમ કરવાને બદલે સીધી કાર્યવાહીનું પરિણામ એ આવ્યું કે લોકો ગભરાવા લાગ્યા. લોકોને ભય લાગ્યો કે નસબંધીને કારણે તેઓ નંપુસક ઈ જશે. કટોકટીની તપાસ કરનાર શાહપંચના અહેવાલ પ્રમાણે ગુજરાતમાં વર્ષ ૧૯૭૫-૭૬માં ૧.૮૨ લાખ લોકોની નસબંધી કરવાનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો અને એની સામે ૧.૫૩ લાખ લોકોની નસબંધી કરાઈ હતી. ૧૯૭૬-૭૭માં આ લક્ષ્યાંક વધીને ૨ લાખ કરવામાં આવ્યો અને તેની સામે ૩.૧૭ લાખ લોકોને નસબંધી કરી દેવાઈ હતી. આમ લક્ષ્યાંક કરતા લગભગ ૫૦ ટકા વધારે લોકોની નસબંધી કરવામાં આવી. આખા ભારતમાં ૧૯૭૫-૭૬માં દેશમાં ૨૪,૮૫,૦૦૦ લોકોને નસબંધી કરાવવાનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો તેની સામે ૨૬,૨૪,૭૫૫ લોકોની નસબંધી કરાઈ હતી. જ્યારે કે ૧૯૭૬-૭૭માં ૪૨,૫૫,૫૦૦ લોકોની નસબંધી કરવાના લક્ષ્યાંકની સામે ૮૧,૩૨,૨૦૯ લોકોની નસબંધી કરવામાં આવી હતી.કટોકટીને લીધે દેશમાં પ્રજા પોતાની વિરુદ્ધ ઇ ગઈ છે એ સમજતા ઇન્દિરાને કૂબ વાર લાગી. જયારે સમજાયું ત્યારે મોડું ઇ ગયું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMચીન તરફ મિસાઈલો તૈનાત કરવા જઈ રહ્યું છે ફિલિપાઈન્સ, શી જિનપિંગનો વધ્યો તણાવ, અમેરિકાએ ચાલી નવી ચાલ
December 23, 2024 07:04 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech