હિન્દી સિનેમાના આ દિગ્ગજ નિર્માતા-નિર્દેશકે સલમાન ખાનને બનાવ્યો સ્ટાર

  • February 22, 2021 02:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હિન્દી સિનેમાના દિગ્ગજ નિર્માતા-નિર્દેશક સૂરજ બડજાત્યાનો જન્મદિવસ 22 ફેબ્રુઆરીએ છે. તેને બોલિવૂડના એક અલગ અને ખાસ ફિલ્મ નિર્માતા તરીકે ગણવામાં આવે છે. સૂરજ બડજાત્યા કૌટુંબિક ફિલ્મો બનાવવા માટે જાણીતા છે. તેની મોટાભાગની ફિલ્મો પરિવાર અને લગ્ન જીવનની આસપાસ ફરતી હોય છે. 

સૂરજ બડજાત્યાનો જન્મ 22 ફેબ્રુઆરી 1965ના રોજ મુંબઇમાં થયો હતો. તેનો પરિવાર લાંબા સમયથી ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલો છે. તેમને સહ દિગ્દર્શક તરીકે બોલિવૂડમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તે જ સમયે, તેણે સલમાન ખાનની ફિલ્મ મેને પ્યાર કિયાથી મુખ્ય દિગ્દર્શક તરીકેની કારકિર્દીની શરૂઆત કરી હતી. મુખ્ય દિગ્દર્શક તરીકે મેને પ્યાર કિયા ફિલ્મ સૂરજ બડજાત્યાની પહેલી ફિલ્મ હતી, જ્યારે સલમાન ખાને પણ મુખ્ય અભિનેતા તરીકેની શરૂઆત કરી હતી.

મેને પ્યાર કિયા ફિલ્મ વર્ષ 1989માં આવી હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ઘણી હેડલાઇન્સ બનાવી હતી અને સાથે જ દર્શકોના દિલ પણ જીતી લીધા હતા. ફિલ્મ મેને પ્યાર કિયા પછી સૂરજ બડજાત્યાએ હમ આપકે હે કૌન, હમ સાથ સાથ હૈ, વિવાહ અને પ્રેમ રતન ધન પાયો સહિતની ઘણી ફિલ્મ્સનું નિર્દેશન કર્યું છે. તેમની 32 વર્ષની કારકિર્દીમાં, સૂરજ બડજાત્યાએ કુલ સાત ફિલ્મ્સનું નિર્માણ અને નિર્દેશન કર્યું છે.
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS