સમુદ્રની અંદર દુશ્મનના જહાજનો વિનાશ કરશે આ DRDO દ્વારા વિકસિત ટોર્પિડો, કરાયું સફળ પરીક્ષણ

  • June 06, 2023 04:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)





કોચીમાં ભારતમાં બનેલા ભારે વજનના ટોર્પિડોનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. પાણીની અંદર જતી વખતે ટોર્પિડો સીધો લક્ષ્ય પર અથડાયો હતો. DRDO દ્વારા વિકસિત ટોર્પિડો સમુદ્રની અંદર દુશ્મનના જહાજ-સબમરીનનો વિનાશ કરશે. સમુદ્રમાં ભારતની તાકાતમાં વધારો થશે.

દેશમાં જ અત્યાધુનિક શસ્ત્રો બનાવવાની દિશામાં મોટી સફળતા હાંસલ કરવામાં આવી છે. DRDO દ્વારા વિકસિત ટોર્પિડોનું પરીક્ષણ સફળ રહ્યું છે. ભારતીય નૌસેનાએ એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે ભારતીય નેવી અને DRDO માટે આ એક મોટી ઉપલબ્ધિ છે કોચીમાં નૌકાદળે કહ્યું કે આ આત્મનિર્ભરતા હેઠળ ભવિષ્ય માટે અમારી લડાયક તૈયારી પ્રત્યે સમર્પણ દર્શાવે છે.

ભારતે ગત સપ્તાહે જ વધુ એક સિદ્ધિ હાંસલ કરી હતી. MH60 રોમિયો હેલિકોપ્ટર સ્વદેશમાં નિર્મિત એરક્રાફ્ટ કેરિયર INS વિક્રાંત પર સફળતાપૂર્વક લેન્ડ થયું હતું. નૌકાદળે કહ્યું કે હેલિકોપ્ટર સાથે નૌકા યુદ્ધ જહાજનું એકીકરણ એ સબમરીન વિરોધી યુદ્ધ અને ફ્લીટને સમર્થન આપવા તરફ એક મોટું પગલું છે. આનાથી પાણીમાં ભારતની લડાયક ક્ષમતામાં વધારો થશે તેમજ દરિયાઈ ગતિવિધિઓ પર નજર રાખવામાં આવશે.

નૌકાદળની શક્તિ ભવિષ્યના યુદ્ધોમાં મહત્વપૂર્ણ સાબિત થશે. આ સ્થિતિમાં સબમરીનની ભૂમિકા પણ વધી જશે. સબમરીનના ઉપયોગનો સામનો કરવા માટે ટોર્પિડો નિર્ણાયક સાબિત થશે. આ હથિયારો પાણીની અંદર માત્ર થોડીક સેકન્ડમાં જ દુશ્મનની સબમરીનને નિશાન બનાવવાની શક્તિ ધરાવે છે. ભારત દ્વારા વિકસિત ટોર્પિડોનું સફળ પરીક્ષણ ભારતની લડાયક સજ્જતાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application