આ વખતે હું મધર્સ ડેની ઉજવણી કરીશ નહીં : માહી વિજ

  • May 08, 2021 10:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ટીવી એક્ટ્રેસ માહી વિજે આ વખતે મધર્સ ડેની ઉજવણી નહીં કરવાની જાહેરાત કરી છે. માહીએ તેના ઈન્સ્ટાગ્રામ ઉપર એક પોસ્ટ શેર કરી છે અને લખ્યું છે કે, તે આ વર્ષે ઉજવણી કરશે નહીં. લાખો ચાહકોના દિલ જીતનારી માહીએ તેના શબ્દો અને લાગણીથી લોકોના મન પણ જીતી લીધા હતાં.  

 

 

માહી વિજે મધર્સ ડેની ઉજવણી નહીં કરવાનું કારણ આપતા જણાવ્યું હતું કે, મહામારીના કારણે ઘણા લોકોએ તેમની માતા ગુમાવી છે અને ઘણી માતાઓએ તેમના બાળકો ગુમાવ્યા છે. જ્યારે કોઈ વ્યક્તિએ પોતાના સ્વજન ગુમાવ્યા હોવાનું સાંભળે છે, ત્યારે પોતાને તેને આઘાત પહોંચે છે. તેથી જ  અભિનેત્રીએ આ વર્ષે  મધર્સડેની ઉજવણી કરવાની ના કહી છે.  

 

 

માહીએ પોસ્ટના કેપ્શનમાં તેણે લખ્યું છે કે, 'તે બાળકને પૂછો જેણે પોતાની માતા ગુમાવી છે અથવા તે માતાને પૂછો જેમણે મહામારીમાં પોતાનું બાળક ગુમાવ્યું છે. આપણે બધા કહીએ છીએ કે, આપણા બધા આમા સાથે છીએ અને જો આપણે ખરેખર સાથે છીએ તો પછી કેમ ઉજવણી? ત્યાં કોઈ પણ હોવું જોઈએ નહીં કારણ કે આ મહામારીની સ્થિતિમાં જ્યારે હું કોઈએ પરિવારજન ગુમાવ્યું હોવાનું સાંભળુ છું, ત્યારે મારું હૈયુ રડી ઉઠે છે. તેથી, આ વખતે મારા માટે મધર્સ ડેનું સેલિબ્રેશન નહીં થાય કારણ કે ખરેખર આપણે બધા આમા સાથે છીએ.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS