વારંવાર પાણી પીવા છતાં તરસ નથી છીપાતી તો થઇ શકે છે આ સમસ્યા 

  • June 06, 2024 07:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વારંવાર પાણી પીવા છતાં તરસ નથી છીપાતી તો થઇ શકે છે આ સમસ્યા 

ઉનાળાની ઋતુમાં વધારે તરસ લાગે છે. આ ઋતુમાં નિયમિત માત્રામાં પાણી પીવાથી શરીર લાંબા સમય સુધી હાઇડ્રેટ રહે છે અને તેની સાથે જ શરીરમાંથી હાનિકારક ટોક્સિન્સ પણ સરળતાથી બહાર નીકળી જાય છે. પરંતુ જો વારંવાર તરસ લાગે છે, તો તે ડિહાઇડ્રેશનનું લક્ષણ પણ હોઈ શકે છે. આ સિઝનમાં શરીરમાં પાણીની ઉણપ સામાન્ય છે કારણ કે ઉનાળામાં વધુ પડતો પરસેવો થવાથી શરીરમાં પાણીની કમી થવા લાગે છે. 

ડિહાઇડ્રેશનથી બચવા માટે શરીરમાં પાણીની માત્રા જાળવી રાખવી જરૂરી છે. પાણીના વિકલ્પ તરીકે આહારમાં નારિયેળ પાણી, લીંબુ પાણી, મોસમી ફળોના રસનો પણ સમાવેશ કરી શકો છો. કેટલાક લોકો ચા કે કોફીને પાણીનો વિકલ્પ માને છે. જ્યારે કેફીનથી ભરપૂર વસ્તુઓ વધુ ડિહાઇડ્રેટ કરી શકે છે. કેટલાક લોકોની ફરિયાદ છે કે વારંવાર પાણી પીવા છતાં તેમની તરસ છીપતી નથી, આવું કેમ થાય છે? 

જો વારંવાર પાણી પીવા છતાં પણ તરસ નથી છીપતી તો આ વસ્તુઓને આહારમાં સામેલ કરો

નારિયેળ પાણી પીવો

શરીરને હાઇડ્રેટ રાખવા માટે પાણી સિવાય નારિયેળ પાણી જેવા કુદરતી પીણાં પણ પી શકો છો. આ ઓછી કેલરીવાળા પીણાં શરીરમાંથી પાણીની ઉણપને દૂર કરે છે. નારિયેળ પાણી કુદરતી રીતે મીઠુ હોય છે, જેના કારણે તે શરીરને ત્વરિત ઉર્જા આપે છે. રોજ નારિયેળ પાણી પીવાથી સ્વસ્થ રહી શકાશે.

 આમ પન્ના પીવું જ જોઈએ

કેરી પન્નામાં વિટામિન A, B, C ભરપૂર માત્રામાં જોવા મળે છે જે આંતરડાના માટે ફાયદાકારક માનવામાં આવે છે. કાચી કેરીમાં કેટલાક સંયોજનો જોવા મળે છે જે પાચનતંત્રને સુધારે છે. કાચી કેરીમાંથી બનેલ આમ પન્ના શરીરને ઠંડક આપે છે અને હીટ સ્ટ્રોકની સમસ્યાથી પણ બચાવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application