માળિયામાં વર્ષ ૨૦૨૪ માં હત્યાના ગુનામાં સંડોવાયેલ વોન્ટેડ આરોપીને પકડી પાડવા ૨૦ હજારનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું જે ઇનામી આરોપીને મોરબી એલસીબી ટીમે ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.ગત તા. ૨૫–૧૦–૨૦૨૪ ના રોજ સાંજે માળિયાના વાગડીયા ઝાપા અંદર આવેલ એસબીઆઈ બેંક પાસે બે જૂથ વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો ફરિયાદી ખમીસાભાઈ ઓસમાણભાઈ જેડાએ ફરિયાદ નોંધાવી હતી કે કાકાના દીકરા સોહિલને આરોપીઓના છોકરા સાથે નાની વાતમાં ઝઘડો થયો હતો જેનો રોષ રાખી આરોપીઓએ બે ગાડીઓમાં હથિયારો સાથે આવી ફરિયાદી અને ફરિયાદીના ભાઈ હૈદર અલીમહમદ ઉર્ફે ઇલીયાસ જેડા પર ફાયરીંગ કરી ગોળી મારી હતી જેમાં હૈદર જેડાને ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું માળિયા પોલીસે ૧૦ ઈસમો વિદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી હતી.જે હત્યાના ગુનામાં અગાઉ નવ આરોપીને અટક કરવામાં આવ્યા હતા જે ગુનામાં મુખ્ય આરોપી ફાક હબીબ જામ રહે માળિયા એસબીઆઈ બેંક પાસે નાસતો ફરતો હતો દોઢેક વર્ષથી ફરાર મુખ્ય આરોપી ફાક હબીબ જામને ઝડપી લેવા ૨૦,૦૦૦નું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું આરોપીને ઝડપી લેવા એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન આરોપી હાલ માળિયા (મી.) ખાતે આવેલ મચ્છુ માતાજીના મંદિર, ગઢિયા તલાસ પાસે ખેતરમાં હોવાની બાતમી મળતા અલગ અલગ ટીમે બનાવી ઇનામી મુખ્ય આરોપીને ફિલ્મી ઢબે ઝડપી લઈને આરોપીને આગળની કાર્યવાહી અર્થે માળિયા પોલીસ મથકને સોપવામાં આવ્યો છે ઝડપાયેલ આરોપી રીઢો ગુનેગાર છે અગાઉ માળિયા અને સુરેન્દ્રનગર પોલીસ મથકમાં આરોપી વિદ્ધ હત્યાના પ્રયાસ અને પ્રોહીબીશન સહિતના છ ગુના નોંધાઈ ચુકયા છે