આ વ્યક્તિએ સાપનાં ડંખથી 5 દિવસ સુધી આંખોની રોશની ગુમાવી, છતાં પણ હાર ન માની     

  • August 09, 2024 02:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પેરિસ ઓલિમ્પિક ભારતીય પુરૂષ હોકી ટીમ માટે ખૂબ જ યાદગાર રહ્યો છે. ભારતે બ્રોન્ઝ મેડલ મેચમાં સ્પેનને 2-1થી હરાવીને ઓલિમ્પિક ઈતિહાસમાં 13મો મેડલ જીત્યો આ સાથે જ 52 વર્ષ બાદ ભારતીય હોકી ટીમે સતત બે ઓલિમ્પિક મેડલ જીતવાની સિદ્ધિ પણ હાંસલ કરી છે. પરંતુ શું તમે જાણો છો કે, પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય હોકી ટીમના બ્રોન્ઝ  મેડલ અને  2011માં ક્રિકેટ વર્લ્ડ કપ જીતનાર ટીમ ઈન્ડિયા અને 2014માં ફૂટબોલ વર્લ્ડ કપ જીતનાર જર્મની વચ્ચે વિચિત્ર સમાનતા છે. તે માઈક હોર્નનું નામ છે. આ એ વ્યક્તિ છે જેણે આ ત્રણેય જીતમાં મહત્વનું યોગદાન આપ્યું છે.


કોણ છે ખેલનો અસલી જાદુગર, માઈક હોર્ન?


ભારતે 28 વર્ષ બાદ 2011માં ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યો હતો જ્યારે જર્મનીએ 24 વર્ષની રાહ જોયા બાદ FIFA વર્લ્ડ કપની ટ્રોફી જીતી હતી. આ વખતે ભારતીય હોકી ટીમે પેરિસ ઓલિમ્પિકમાં ઈતિહાસ રચ્યો છે. માઈક હોર્ને આ ત્રણેય ટીમો માટે કામ કર્યું છે. દક્ષિણ આફ્રિકામાં જન્મેલા 47 વર્ષીય હોર્ન સ્વિસ સંશોધક અને સાહસિક છે અને ખેલાડીઓને પ્રોત્સાહિત કરવાનું કામ કરે છે.


ભારતીય હોકી ટીમે પેરિસ ઓલિમ્પિક પહેલા માઈક હોર્ન પાસેથી ટ્રેનિંગ લીધી હતી. હરમનપ્રીત સિંહ અને તેની ટીમ ત્રણ દિવસીય બુટ-કેમ્પ માટે સ્વિટ્ઝરલેન્ડ ગઈ હતી, જેણે ભારતીય ખેલાડીઓનો આત્મવિશ્વાસ વધાર્યો હતો. માઈક હોર્નનું આ માર્ગદર્શન ભારતીય હોકી ટીમ માટે ખૂબ જ ઉપયોગી હતું. જેના કારણે તે ફરી એકવાર બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળતા મળી છે. આ ત્રણ દિવસીય શિબિર દરમિયાન ખેલાડીઓએ પ્રથમ રાત સ્વિટ્ઝર્લેન્ડના બર્નેસ ઓબરલેન્ડ ક્ષેત્રના ગામ સાનેનમાં વિતાવી હતી. બીજા દિવસે તેઓ રૂજમોન્ટ સુધી સાઇકલ ચલાવી, કેબલ કારમાં સવારી કરી અને વાયા ફેરાટા પર પણ ચઢ્યા. ત્રીજા દિવસે સાયકલ ચલાવીને રોઝિનિયર ગયા અને દેશના ખેતરમાં રાત વિતાવી હતી.


સાપના ડંખને કારણે તેણે આંખોની રોશની ગુમાવી દીધી હતી


એમેઝોન પરના તેમના પ્રથમ મોટા અભિયાન પહેલાં તે જંગલમાં કેવી રીતે ટકી રહેવું તે શીખવા માટે માનૌસમાં બ્રાઝિલના વિશેષ દળોમાં જોડાયા હતા. અહીં તેને સાપે ડંખ માર્યો હતો, જેના કારણે તેણે 5 દિવસ સુધી તેની આંખોની રોશની ગુમાવી દીધી હતી. આવી ઘટના બની હોવા છતાં પણ તેણે આ ટીમ સાથે તાલીમ લીધી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application