દ્રષ્ટિહીન હોવા છતાં, આ વ્યક્તિ આંખવાળા લોકોને કામમાં ટક્કર આપી રહ્યો છે: કામ કરતા જોઇએ તો એવું લાગે નહીં કે એમના માટે દુનિયા એક માત્ર અંધાં છે...
આંખો વિના આ દુનિયા કેવી લાગતી હશે વિચારીને જ ડર લાગે છે ને ! પરંતુ જો દિલ પ્રકાશિત હોય, જજબો પ્રકાશિત હોય, તો પછી તમે આંખોમાં પ્રકાશ વિના અર્જુન જેવા તમારા લક્ષ્યને પામી શકો છો. આ સાબિત કરી રહ્યા છે જામનગરમાં એક સરકારી બેંકમાં કલાર્ક તરીકે કામ કરતા 41 વર્ષીય કમલેશ હરવરા.
તમને સાંભળીને પહેલા તો વિશ્વાસ જ નહીં થાય કવ કે જામનગરના ગ્રીન સિટી વિસ્તારમાં સ્થિત ઇન્ડિયન બેંકમાં ક્લાર્કની પોસ્ટ પર કામ કરતા કમલેશ હરવરાની આંખોની રોશની નથી. તેમને જોઈને કોઈ પણ એમ કહી ના શકે કે તેઓ પ્રજ્ઞાચક્ષુ છે, એટલે કે, તેઓ આંખોથી બિલકુલ જોઈ શકતા નથી. તેમ છતાં, કમલેશ બેંકના અન્ય સામાન્ય કર્મચારીઓની જેમ તે જ ઝડપી બેંકના તમામ કામ કરી શકે છે.
બેંકના તમામ કામ કરે છે...
કમલેશની દૃષ્ટિની અભાવ હોવા છતાં, તેઓ 9 વર્ષથી બેંકના હજારો ક્સ્ટમર્સ ને સેવા આપી રહ્યા છે અને બેંક દ્વારા સોંપાયેલ તમામ કાર્ય કરે છે. કમલેશ ક્લાર્કના રૂપે ક્સ્ટમર્સ માટે બેન્ક સ્ટેટમેન્ટ કાઢવું, ચેકબૂક માટે એપ્લાય કરવી, પાસબુક પ્રિન્ટ કરવી, માટે એપ્લાય કરવું, ટ્રેનસીકશન ની ઇન્કવાયરી ના જવાબો દેવા વગેરે જેવા કામો કમલેશ સરળતાથી કરી લે છે.
જન્મથી ન હતા દ્રષ્ટિહીન
કમલેશ જ્યારે 14 વર્ષ નાં હતાં ત્યારે એમની આંખોનું રેટિના ઘસાઈ જવાને લીધે એક ઓપરેશન 1998 માં થયું હતું જે સફળ થયું ન હતું અને પરિણામે કમલેશ દ્રષ્ટિહીન થઈ ગયા. તેમ છતાં, તેમણે વાંચવાનું, ભણવાનું અને આગળ વધવાનું ચાલુ રાખ્યું. . અને કર્યું અને ત્રણ વર્ષ ટીચિંગની નોકરી કરી. ત્યારબાદ 2014 માં, કમલેશે બેંક ક્લાર્કની પરીક્ષા આપી અને વર્ષ 2015 માં પ્રથમ એટેમ્પમાં જ સિલેક્ટ થઈ ગયા. તેઓ સંયુક્ત ખેડૂત પરિવારમાંથી આવે છે. તેના ઘરમાં 13 લોકો છે પરંતુ કમલેશ પ્રથમ વ્યક્તિ છે જે બેંકમાં નોકરી કરે છે.
ત્યારથી, તેઓ અહીં કલાર્કની નોકરી કરી રહ્યા છે. આ સમય દરમિયાન, તેના સારા કામને કારણે, તેમને ઘણી વખત પ્રમોશનની ઓફર પણ કરવામાં આવી હતી, પરંતુ પ્રોમોશન બાદ તેમને અન્ય જિલ્લાઓમાં જવું પડે, તેથી તેમણે ઘણી વખત પ્રમોશનને પણ નકાર્યું છે.
તેની આંખોની રોશનીનું કામ જ્યોત કરે છે...
27 વર્ષથી પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં, કમલેશ મોબાઇલ અને કમ્પ્યુટર સાથે બેંકના તમામ કામ કરે છે કારણ કે તેની દૃષ્ટિ જ્યોત છે. જ્યોત ખરેખર એક સોફ્ટવેર છે જે કમલેશને બેંકના કામોમાં મદદ કરવા માટે મળેલ છે. આ સોફ્ટવેર કમલેશને બધી માહિતીઓ બોલીને સંભળાવે છે. આ સોફ્ટવેરની કિંમત 90 હજાર રૂપિયા છે. તે ખાસ કરીને કમલેશ જેવા પ્રજ્ઞાચક્ષુ લોકો માટે બનાવવામાં આવ્યું છે.
25 પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓને ટેકો આપ્યો છે...
કમલેશે તેમના જેવા લોકોને કે જે જોઈ શકતા નથી તેવા લોકોને મદદ કરવા દિવ્યાંગ નવનિમર્ણિ ચેરીટેબલ ટ્રસ્ટ ખોલ્યો છે. જે 4 વર્ષથી ખોલવામાં આવ્યું છે. જેમાં 25 આવા પ્રાગ્યાચશુ વિદ્યાર્થીઓ કે જેઓ આંખોથી જોઈ શકતા નથી, તેઓને ટેકો આપ્યો છે. જ્યાં સુધી તેને નોકરી ન મળે ત્યાં સુધી તેણે ખોરાક, રોકાણ અને માર્ગદર્શનની સંપૂર્ણ જવાબદારી એમની હોય છે. એટલે આ 25 લોકો ને સાચવવાનો ખર્ચ તેઓ અને બીજા 5 લોકો મળીને કરે છે. હવે તેમનું એક જ ધ્યેય છે, આ ટ્રસ્ટના માધ્યમથી, વધુને વધુ પ્રજ્ઞાચક્ષુ લોકોની મદદ કરવાનું.
કમલેશ જેવા લોકોને જોઈને, કામ દ્વારા પોતાને સાબિત કરવાનું જૂનૂન ઉભું થાય છે, તથા મુશ્કેલીઓ ને હથિયાર બનાવીને સફળતા તરફ સતત આગળ વધવા માટે પ્રેરણા મળે છે. કમલેશ એક મોટો સિખ છે, ખાસ કરીને એવા લોકો માટે, જે હંમેશાં આગળ વધવા માટે કેટલાક બહાનું આપીને આગળ વધવાનો ઇનકાર કરે છે અને ફક્ત બહાનું બનાવે છે. કમલેશ તેમની આંખોની દૃષ્ટિ ન હોવા કરતાં તેમના કામ કરવા માટેના ઉત્સાહ અને ઉમંગ માટે જાણીતા છે. તેમની ઓળખ, તેમનું કાર્ય અને તેમનાં અમૂલ્ય વિચાર છે.
વાસ્તવિક અને નકલી, ઈન્દ્રિયથી પારખે છે...
જો કમલેશનું માનીએ તો ફક્ત ચલણ (નોટો અને સિક્કા) જ નહીં પરંતુ માણસ પણ વાસ્તવિક અને નકલી ઓળખી શકાય છે. ભગવાન દરેકને બધી ઈન્દ્રિયો જેવીકે ગંધ, લાગણી, જોવાનું, વગેરે આપે છે, પરંતુ જ્યારે કોઈ એક ઇન્દ્રિય દૂર કરે છે, જેમ કે જોવાની ક્ષમતા, તો બીજી ઈન્દ્રિય વધુ મજબૂત બનાવે છે જેમ કે, સ્પર્શ...
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડીસામાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસ, ફેક્ટરી માલિક દિપકની ઈડરથી ધરપકડ
April 01, 2025 10:03 PMભારતે કાઢી ડ્રેગનની હેકડી, શા માટે પરેશાન થઈ રહ્યું છે ચીન? હવે લંબાવે છે દોસ્તીનો હાથ
April 01, 2025 09:48 PMGUJCET 2025: પ્રોવિઝનલ આન્સર કી જાહેર, 5 એપ્રિલ સુધીમાં વાંધા રજૂ કરી શકાશે
April 01, 2025 08:38 PMગાંધીજીના પ્રપૌત્રી નીલમબેનનું 93 વર્ષની વયે નિધન, નવસારીમાં અંતિમ શ્વાસ લીધા
April 01, 2025 08:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech