તમારી ત્વચાને સુંદર રાખવા સવારે પણ આ રીતે કરો ત્વચાની સારસંભાળ

  • November 21, 2020 10:10 AM 569 views

દરેક વ્યક્તિ સુંદરતાની ઈચ્છા રાખતા હોય છે . અને આ ઈચ્છા પૂરી કરવા માટે પોતાની સ્કિન માટે ઘણા બધા ઉપાયો પણ કરતા હોય છે. ખર્ચાળ બ્યુટી પ્રોડક્ટ અને મેકઅપનો પણ ઉપયોગ કરતા હોય છે. છતાં પણ સ્કિન અંદરથી શુદ્ધ અને નીખારવાળી દેખાતી ન હોવાથી બધા બ્યૂટી પ્રોડક્ટ્સ અને મેકઅપ બેકાર સાબિત થાય છે. ત્યારે સ્કિનને શુષ્કતા અને પિમ્પલથી બચાવવા માટે યોગ્ય સંભાળ રાખવી જરૂરી છે. જેમ સાંજે સુતા પહેલા ચહેરાને સાફ કરીને મોઇશ્ચરાઇઝ કરીએ છીએ તેવી જ રીતે સવારે પણ ત્વચાની સંભાળ લેવી ખૂબ આવશ્યક બની જાય છે ત્યારે જાણી લો કે સવારે ઊઠીને તમે કઈ રીતે તમારી ત્વચાની સંભાળ રાખશો
 

સવારે ઉઠીને ચહેરાને ઠંડા પાણીથી ધોવો
સવારે ઉઠીને સૌથી પહેલા ચહેરાને ઠંડા પાણીથી સાફ કરવો જોઈએ. જેથી રાતે ચહેરા પર જમા થતા કણો અને ડેડ સ્કિન દૂર થઈ જાય. જો તમે સાંજે નાઈટ ક્રીમ લગાવીને સૂવાનું પસંદ કરતાં હોય તો સવારે ગંદકી ચહેરા પર જામી જાય છે માટે સવારે ઉઠીને પહેલા ફેસવોશથી ચહેરો સારી રીતે સાફ કરવો જોઈએ. જો તમારી ત્વચા ઓઈલી છે તો એક્સ ફોલિટિંગ ફેસ વોશતમારા માટે  સારું રહેશે. સામાન્ય ત્વચા માટે બજારમાં ઘણા બધા ફેસવોશ ઉપલબ્ધ હોય છે.

ટોનર વાપરો:

ઘણી સ્ત્રીઓ તેમની ત્વચા પર ટોનરનો ઉપયોગ કરતી નથી. તમે જાણો છો કે સારી ગુણવત્તાવાળી ટોનર ત્વચાના છિદ્રોને ખોલે છે, સાથે સાથે ત્વચાનું પીએચ સ્તર jજાળવી રાખે છે. ટોનર ચહેરા પરથી મૃત ત્વચાને દૂર કરે છે અને ત્વચાને હાઇડ્રેટ કરે છે

એક સારો સીરમ ત્વચાને કાયાકલ્પ કરે છે. વિટામિન સી અને વિટામિન ઇથી ભરપૂર સીરમ ત્વચા માટે ફાયદાકારક છે. તેના ઉપયોગથી ત્વચામાં કડકતા આવે છે. મોઇશ્ચરાઇઝર લગાવતા પહેલા સીરમના થોડા ટીપાં લગાવવાથી ત્વચામાં બદલાવ આવે છે 


તમારી જાતને હાઇડ્રેટ રાખો: 

તમારી ત્વચાને હાઇડ્રેટ રાખવા માટે, દિવસ દરમિયાન ઓછામાં ઓછું 7-8 ગ્લાસ પાણી પીવો. પાણી ત્વચામાં ભેજ જાળવવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. શુષ્ક અને નિર્જલીકૃત ત્વચા પર, કરચલીઓ અકાળે દેખાવાનું શરૂ થાય છે, આને અવગણવા માટે, પાણી પીવો અને ત્વચાને ટીશ્યુથી સાફ કરો. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application