વધેલી ખીચડીને ફેંકવાને બદલે આ રીતે બનાવો તેના પકોડા, અત્યારે જ જાણી લો તેની રેસીપી

  • March 09, 2021 03:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સાંજે જમવામાં વધેલો ખોરાક બધા ફેકી દેતા હોય છે. જો કે ઘણી એવી વસ્તુ હોય છે જેને ફરીથી બીજી વાનગીમાં બનાવી શકાય છે, બચેલા ખોરાકનો ઉપયોગ કરવો તે તેને ફેંકી દેવા કરતા વધુ સારું છે. આજે અમે તમને જણાવીશું કે જો ખીચડી વધી છે તો તેનો ઉપયોગ કેવી રીતે કરવો. વધેલી ખીચડીથી તમે ઘરે પકોડા પણ બનાવી શકો છો. 

પકોડા બનાવવા માટે જરૂરી સામગ્રી

ખીચડી 
મીઠું
ચણાનો લોટ 
બાફેલી બટાકા
લીલું મરચું 
ગરમ મસાલા
કોથમીર 
મરચું પાવડર
હળદર
અજમો 
તેલ
 રેસીપી

રીત
પહેલા વાસણમાં ખીચડી, ચણાનો લોટ, બટેટા અને ધાણા નાખીને બરાબર મિક્ષ કરી લો. આ પછી બીજા બધા મસાલા નાખી બરાબર મિક્ષ કરી લો. હવે એક કઢાઈમાં તેલ ગરમ કરો અને તેલ ગરમ કર્યા પછી તેને બેટરમાંથી પકોડાના રૂપમાં બનાવો અને તેને ગોલ્ડન થાય ત્યાં સુધી તળી લો. આ પછી, તેને પ્લેટમાં કાઢીને સર્વ કરો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS