રાજકોટ જિલ્લાના ખેડૂતો પોતાની જમીનમાં મકાઈના ઉભા પાકની જાળવણી કરી શકે તે માટે માર્ગદર્શિકા જાહેર કરાઈ છે. મકાઈના ઉભા પાકમાં પૂંછડે ચાર ટપકાંવાળી લશ્કરી ઇયળના સંકલિત વ્યવસ્થાપન અંગે પગલાં લેવા માર્ગદર્શન અપાયું છે.
જે મુજબ ખેડૂતો ખેતરમાં પડાશ પિંજર પ્રતિ હેક્ટર એકની સંખ્યામાં ગોઠવી આ જીવાતનાં પુખ્તને નાશ કરવો. જીવાતના નર કૂદાને આકર્ષવા માટે ૫૦ ફેરોમોન ટ્રેપ પ્રતિ હેક્ટર (૨૦ ફેરોમોન ટ્રેપ પ્રતિ એકર) લગાવવી તથા લ્યુર ૪૦ દિવસે બદલવી, ઈંડાના સમૂહ અને જુદાં-જુદાં તબક્કાની ઈયળોને હાથથી વીણી એકત્ર કરી નાશ કરવો, આ જીવાતનાં બિન-રાસાયિણક નિયંત્રણ માટે માટી અથવા રેતી ૫ ગ્રામ/છોડ વાવણીના ૩૦ અને 45 દિવસ પછી ભૂંગળીમાં આપવાથી સારું નિયંત્રણ મળે છે. ઉપદ્રવની શરૂઆતમાં બેસીલસયુરીન્ઝીન્સીસ ડબલ્યુજી (૧૦ સીએફયુ/ગ્રામ) ૨૦ગ્રામ અથવા બ્યુવેરીયા બેઝીયાના (૨x ૧૦°સીએફયુ/ગ્રામ) ૪૦ગ્રામ પ્રતિ૧૦લીટર પાણીમાં ઉમેરી છોડની ભૂંગળી બરાબર ભીજાય તે રીતે છંટકાવ કરવો.
આ ઉપરાંત લીમડાની લીંબોળીની મીજનો ભૂકો ૫૦૦ગ્રામ (૫% અર્ક) અથવા લીમડાનું તેલ ૩૦મિલિ (પાણીમાં ભેળવવા ૧૦ગ્રામ કપડા ધોવાનો પાવડર ઉમેરવો) અથવા લીમડા આધારિત તૈયાર કીટનાશક ૧૦મિલિ (૫% ઈસી) થી ૫૦મિલિ (૦.03 ઈસી) ૧૦લિટર પાણીમાં ઉમેરી છોડની ભૂંગળી બરાબર ભીજાય તે રીતે છંટકાવ કરવો.
આઈસોસાયક્લોસેરમ ૧૮.૧ એસસી ૬ મી.લિ અથવા એમામેક્ટીન બેન્ઝોએટ ૧.૫% પ્રોડેનોફોસ ૩૫% ડબલ્યુડીજી ૧૫ ગ્રામ અથવા ક્લોરાન્ટ્રાનિલીપ્રોલ ૧૮.૫ એસસી ૩ મી.લિ અથવા સ્પીનેટોરમ ૧૧.૭ ઇસી ૧૦ મી.લિ અથવા એમામેક્ટીન બેન્ઝોએટ ૫ એસજી ૩ ગ્રામ અથવા થાયોડીકાર્બ ૭૫ ડબલ્યુપી ૧૫ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી છોડ બરાબર ભીંજાય તે રીતે છંટકાવ કરવો. મકાઈના વાવેતર બાદ પ્રથમ છંટકાવ ૨૫ થી ૩૦ દિવસે અને બીજો છંટકાવ પ્રથમ છંટકાવના ૧૫ દિવસ બાદ કરવો જોઈએ. જો બંને વખતે પ્રવાહી મિશ્રણનો છંટકાવ કરવાનો હોય તો કીટનાશક બદલવી.
ક્લોરાન્ટ્રાનિલીપ્રોલ ૦.૪ ટકા સી.જી (દાણાદાર કીટનાશક) ૨૦ કિ.ગ્રા./હે. ભૂંગળીમાં આપવાથી ટપકાવાળી લશ્કરી ઇયળનું નિયંત્રણ કરી શકાય છે.
ડાંગરની કુશકી અથવા મકાઈનો લોટ ૨૫ કિ.ગ્રા. + ગોળ ૫ કિ.ગ્રા. + થાયોડીકાર્બ ૭૫ ડબલ્યુપી ૨૫૦ ગ્રામમાંથી બનાવેલ વિષ પ્રલોભિકા ભૂંગળીમાં આપવી (વિષ પ્રલોભિકા બનાવવા ગોળને ૫ લિટર પાણીમાં ઓગાળી તેને ૨૫ કિ.ગ્રા. ડાંગરની કુશકી/મકાઈના લોટમાં ૧૦-૧૨ કલાક ભેળવવું અને માવજતમાં ઉપયોગ કરતા પહેલા તેમાં ૨૫૦ ગ્રામ થાયોડીકાર્બ ઉમેરી બરાબર ભેળવવું). આ ઉપરાંત ઘાસચારાની મકાઈમાં વધુ ઉપદ્રવ જણાય તો તાત્કાલિક તેને કાપી લઈ ઢોરને ખવડાવી દેવી અને જો કીટનાશકનો છંટકાવ કર્યો હોય તો 30 દિવસ બાદ જ ઢોરને ખવડાવવી.
વધુમાં દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે તે પાક માટે આપવામાં આવેલ ડોઝ અને જે તે રોગ/ જીવાત માટેની દવા છે તે ભલામણ મુજબ અનુસરવા જણાવાયું છે.
વધુ જાણકારી માટે ગ્રામસેવક /વિસ્તરણ અધિકારી/ ખેતી અધિકારી/ તાલુકા અમલીકરણ અધિકારી/ મદદનીશ ખેતી નિયામક/ જિલ્લા ખેતીવાડી અધિકારી/ નાયબ ખેતી નિયામક (વિસ્તરણ)/ નાયબ ખેતી નિયામક(તાલીમ) નો સંપર્ક કરવાં જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટમાં ક્રિકેટનો જંગ: ઇન્ડિયા-ઇંગ્લેન્ડના ખેલાડીઓનું ભવ્ય સ્વાગત, ગરબાની રમઝટથી કાઠિયાવાડી રંગત
January 27, 2025 12:53 AMતેલંગાણા: વારંગલમાં ટ્રકમાંથી ઓટો પર રેલ્વે ટ્રેકના સળિયા પડ્યા, 1 બાળક સહિત 7 લોકોના મોત, 6 ઘાયલ
January 26, 2025 05:14 PMખેડૂતો પોતાની માંગણીઓ પર અડગ, ગણતંત્ર દિવસે પંજાબમાં યોજવામાં આવી ટ્રેક્ટર માર્ચ
January 26, 2025 04:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech