BREAKING NEWS

સરકારની આ સ્કીમ છે કમાલની: નાના રોકાણથી આ રીતે બનાવી શકાય ₹1 કરોડનું રિટાયરમેન્ટ ફંડ; જાણો શું છે ગણિત

  • May 14, 2026 07:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) એ સુરક્ષિત રોકાણનો મજબૂત વિકલ્પ છે કારણ કે તેમાં બજારના જોખમો હોતા નથી. જો તમે નાની ઉંમરથી જ યોગ્ય પ્લાનિંગ સાથે રોકાણ શરૂ કરો, તો 25 વર્ષના સમયગાળામાં 1 કરોડ રૂપિયાથી વધુનું ફંડ તૈયાર કરવું શક્ય છે.


કરોડપતિ બનવાનું ગણિત
PPF માં હાલમાં વાર્ષિક 7.1 ટકા વ્યાજ મળી રહ્યું છે, જેની સમીક્ષા સરકાર દ્વારા દર ક્વાર્ટરમાં કરવામાં આવે છે.


વાર્ષિક રોકાણ: જો કોઈ રોકાણકાર દર નાણાકીય વર્ષમાં PPF ખાતામાં મહત્તમ 1.5 લાખ રૂપિયા જમા કરે છે.


સમયગાળો: આ રોકાણ સતત 25 વર્ષ સુધી ચાલુ રાખવામાં આવે છે.


કુલ ફંડ: વર્તમાન વ્યાજ દર મુજબ, 25 વર્ષ પછી કુલ ફંડ અંદાજે 1.03 કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે.


વ્યાજની કમાણી: આ 1.03 કરોડના ફંડમાં લગભગ 65 લાખ રૂપિયા તો માત્ર વ્યાજની કમાણી હશે.


ખાસ ટિપ્સ: જો રોકાણકાર દર વર્ષે 5 એપ્રિલ સુધીમાં પૂરી રકમ જમા કરી દે છે, તો તેને આખા વર્ષના વ્યાજનો પૂરો લાભ મળે છે.


મેચ્યોરિટી અને ટેક્સ બેનિફિટ
PPF ખાતાની મૂળ મેચ્યોરિટી અવધિ 15 વર્ષની હોય છે. જો કે, 15 વર્ષ પછી તેને 5-5 વર્ષના બ્લોકમાં ગમે તેટલી વાર આગળ વધારી શકાય છે.
PPF માં સૌથી મોટો ફાયદો EEE (Exempt-Exempt-Exempt) ટેક્સ વ્યવસ્થાનો છે. આનો અર્થ એ છે કે તમારા રોકાણ પર, મળતા વ્યાજ પર અને મેચ્યોરિટી સમયે મળતી પૂરી રકમ પર કોઈ ટેક્સ લાગતો નથી.


નિવૃત્તિ પછી નિયમિત આવક

જો તમે 25 વર્ષ પછી રોકાણ કરેલા 1.03 કરોડ રૂપિયા ઉપાડવાને બદલે તેના પર વ્યાજ મેળવવાનું ચાલુ રાખો છો, તો તે નિયમિત આવકનું સાધન બની શકે છે.


વાર્ષિક આવક: 7.1 ટકાના દરે વર્ષે લગભગ 7.3 લાખ રૂપિયા નું વ્યાજ મળી શકે છે.


​​​​​​​માસિક આવક: આ હિસાબે દર મહિને અંદાજે 61 હજાર રૂપિયા ની આવક માત્ર વ્યાજ દ્વારા જ થઈ શકે છે.


નાણાકીય નિષ્ણાતોના મતે, જે લોકો સુરક્ષિત રોકાણ અને ટેક્સ બચત ઈચ્છે છે તેમના માટે PPF શ્રેષ્ઠ છે. જો કે, લાંબા ગાળે મોંઘવારીને ધ્યાનમાં રાખીને માત્ર PPF પર નિર્ભર રહેવાને બદલે ઇક્વિટી અને મ્યુચ્યુઅલ ફંડ જેવા એસેટ ક્લાસમાં પણ રોકાણ કરવું જોઈએ, જેથી ફંડની વાસ્તવિક વેલ્યુ જળવાઈ રહે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application