આ દેશે 'મરઘી' માટે બનાવ્યો ખાસ કાયદો, બૂમો પાડવાની મળી સ્વતંત્રતા

  • August 09, 2024 05:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તમે દુનિયાભરમાં ઘણા અજીબોગરીબ કાયદા જોયા જ હશે પરંતુ હાલના સમયમાં ફ્રાન્સમાં જે પ્રકારના કાયદાની ચર્ચા થઈ રહી છે તેના વિશે તમે ભાગ્યે જ સાંભળ્યું હશે. અહીંની સરકાર મરઘીઓને ચીસો પાડવાનો અધિકાર આપી રહી છે. આ સાથે જ સરકારે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ મરઘીના ટોળાથી પરેશાન છે અને તેની ફરિયાદ કરે છે તો તેની કોઈ અસર નહીં થાય.


ફ્રાન્સની સંસદે દેશમાં પડોશીઓ વચ્ચે વધી રહેલા સંઘર્ષને મર્યાદિત કરવા અને ખેડૂતો સામેના અપમાનજનક મુકદ્દમાઓને ઘટાડવાના ઉદ્દેશ્ય સાથે આવો કાયદો પસાર કર્યો છે. અગાઉ  ફ્રાન્સના ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં લોકો મરઘીની ચીસો અને તેની ગંધ વિશે ફરિયાદ કરતા હતા પરંતુ હવે તેઓ ફરિયાદ કરી શકશે નહી.


ઇમેન્યુઅલ મેક્રોને નવા કાયદાનું સમર્થન કર્યું


ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને કાયદાનું સમર્થન કર્યું છે અને આ નવો કાયદો સેનેટ સુધી પહોંચ્યો છે. કાયદા મંત્રીએ ટ્વિટર પર કહ્યું કે 'આ કાયદો ખેડૂતો સામેના કાયદાકીય કેસોનો અંત લાવશે, તેઓ ફક્ત તેમનું કામ કરે છે જેથી અમે ખોરાક ખાઈ શકીએ. આ કોમન સેંસની વાત છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application