48 કલાક સુધી કોરોનાથી બચાવશે આ એન્ટી-કોવિડ સ્પ્રે

  • November 25, 2020 12:29 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોના વાયરસનાં સંક્રમણથી બચવા માટે માર્કેટમાં ખૂબ ઝડપથી એન્ટી-કોવિડ નોઝલ સ્પ્રે ઉપલબ્ધ થઈ શકે છે. આ સ્પ્રેની મદદથી નાકમાં એવી દવા નાંખવામાં આવશે જે દવાથી ૪૮ કલાક સુધી કોરોના સામે વ્યક્તિનું રક્ષણ થઈ શકે. આ સ્પ્રેમાં ચોક્કસ પ્રકારના કેમિકલનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

 

આ એન્ટી-કોવિડ સ્પ્રે બ્રિટેનની બર્મીધમ યુનિવર્સિટીની ટીમ તૈયાર કરી રહી છે. આ પ્રોજેક્ટ પર કામ કરતી ટીમનું કહેવું હતું કે આ સ્પ્રે હેલ્થકેર વર્કર, ફ્લાઈટ અને ક્લાસરૂમમાં હાઈ રિસ્ક ઝોનમાં રહેતા લોકો માટે ઉપયોગ કરી શકાશે.  

 

એન્ટી- કોવિડ નોઝલ સ્પ્રેમાં કૈરેગીનેન અને ગેલેન જેવા કેમિકલનો પ્રયોગ કરવામાં આવ્યો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ કેમિકલનો ઉપયોગ માનવજાત માટે ખૂબ સુરક્ષિત છે અને તેના ઉપયોગને પણ મંજુરી મળી ચુકી છે. આ બાબતે રીસર્ચ કરી રહેલા રીચર્ડ મોએક્સનું કહેવું હતું કે સ્પ્રેમાં એવા કેમિકલ ઉપલબ્ધ છે જેનો ઉપયોગ સામાન્ય રીતે ફૂડ અને મેડિસીનમાં કરવામાં આવે છે. ગેલેનનું કહેવું હતું કે આ સ્પ્રે નાકમાં અંદર એક લેયર બનાવી દે છે. અને કોરોના વાયરસ નાકમાં કોઈ નુકસાન કરી શકશે નહી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS