સાઉથની આ અભિનેત્રી એક ફિલ્મ માટે લે છે 4 કરોડ રૂપિયા, જાણો કેટલી છે નેટવર્થ અને કાર કલેક્શન

  • October 17, 2024 11:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દક્ષિણ ભારતીય અભિનેત્રી કીર્થી સુરેશ તમિલ, મલયાલમ અને તેલુગુ ફિલ્મ ઉદ્યોગમાં કામ કરે છે. અભિનેત્રી પોતાની અભિનય કુશળતાથી ચાહકોને પ્રભાવિત કરી રહી છે. કીર્તિ સુરેશ સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ રહે છે અને પોતાના જીવન સાથે જોડાયેલા અપડેટ્સ આપતી રહે છે. ઈન્ડસ્ટ્રીમાં કીર્તિ સુરેશનું જાણીતું નામ બની ગયું છે. તે પોતાની ફિલ્મોથી ઘણી કમાણી કરે છે.


કીર્તિ સુરેશની નેટવર્થ કેટલી છે?


રિપોર્ટ અનુસાર, 2023માં કીર્તિ સુરેશની નેટવર્થ લગભગ 41 કરોડ રૂપિયા હતી. કીર્તિ સુરેશની માસિક આવક આશરે રૂ. 35 લાખ છે. કીર્તિ ફિલ્મો, ટીવી શો અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ દ્વારા કમાણી કરે છે. અભિનેત્રી એક ફિલ્મથી 3-4 કરોડ રૂપિયા કમાય છે.


અભિનેત્રી સોશિયલ મીડિયાથી કરે છે આટલી કમાણી


આ સિવાય અભિનેત્રી સોશિયલ મીડિયા દ્વારા પણ કમાણી કરે છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 18.2 મિલિયન ફોલોઅર્સ છે. તે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ માટે 25 લાખ રૂપિયાથી વધુ ફી લે છે.


આ છે અભિનેત્રીનું કાર કલેક્શન


અભિનેત્રીના પાસે કાર કલેક્શનમાં Volvo S90 (60 લાખ), BMW 7 સિરીઝ (1.38 કરોડ), મર્સિડીઝ બેન્ઝ AMG GLC43 (81 લાખ) અને Toyota Inova Crysta (25 લાખ) જેવી લક્ઝરી કાર છે.


કીર્તિ સુરેશને ફિલ્મ મહાનટી માટે નેશનલ એવોર્ડ મળ્યો હતો. આ ફિલ્મમાં તે લીડ રોલમાં હતી. અભિનેત્રીની ફિલ્મોની વાત કરીએ તો તેણે પાયલટ, રીંગ માસ્ટર, ગીતાંજલિ, રેમો, થોડરી, સીમારાજા, સરકાર, મિસ ઈન્ડિયા, રંગ દે, ગુડ લક સખી, દશારા, ભોલા શંકર, સાયરન જેવી ફિલ્મો કરી છે. હાલમાં અભિનેત્રી પાસે ઘણી ફિલ્મો છે. તે રઘુ થાથા, રિવોલ્વર રીટા, કન્નિવેદી, બેબી જોન જેવી ફિલ્મોમાં જોવા મળશે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application