આ ભારતીય ખેલાડીએ કર્યું શરમજનક કામ, ઓલિમ્પિકમાંથી ફેંકાઈ બહાર

  • August 08, 2024 12:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

7 ઓગસ્ટના રોજ પેરિસ ઓલિમ્પિક્સ 2024માં કુસ્તીબાજ અંતિમ પંઘાલની મહિલા ફ્રી સ્ટાઇલ 53 કિગ્રા કુસ્તી ઇવેન્ટ હતી. જેમાં તેને રાઉન્ડ ઓફ 16માં હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી અંતિમ પંઘાલ સાથે જોડાયેલો વિવાદ સામે આવ્યો. જે અંગે ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOC)ને ફરિયાદ કરવામાં આવી હતી. આ ફરિયાદ અંતિમ પંઘાલ અને તેની આખી ટીમને લગતી હતી. જે ફ્રેન્ચ અધિકારીઓ દ્વારા કરવામાં આવી હતી. આ વિવાદાસ્પદ ઘટના બાદ તેની અને આખી ટીમની ઓલિમ્પિક વિલેજની માન્યતા રદ કરવામાં આવી હતી અને દરેકને ભારત પરત મોકલી દેવામાં આવ્યા હતા.


ફ્રેન્ચ અધિકારીઓએ IOAને શું ફરિયાદ કરી?

ફ્રેન્ચ અધિકારીઓએ ભારતીય ઓલિમ્પિક સંઘને ફરિયાદ કરી હતી કે પંઘાલે તેની બહેનને ઓલિમ્પિક વિલેજમાં પ્રવેશ અપાવવા માટે તેના નામનો ઉપયોગ કર્યો હતો. આ મામલામાં તપાસ બાદ IOAએ અંતિમ અને તેની ટીમ સામે કડક કાર્યવાહી કરીને તેમને ભારત પરત મોકલવાનો નિર્ણય કર્યો છે.


શું છે સમગ્ર મામલો?

અંતિમ પંઘાલ તેની બહેનને ઓલિમ્પિક વિલેજમાં પ્રવેશ મેળવવા માટે તેનું માન્યતા પ્રમાણપત્ર આપ્યું હતું. જ્યારે આ મામલો ફ્રાન્સના અધિકારીઓના ધ્યાનમાં આવ્યો ત્યારે તેઓએ આ અંગે IOAને ફરિયાદ કરી.


સૂત્રોના જણાવ્યા અનુસાર તેની બહેને છેલ્લા પ્રયાસ તરીકે ઓલિમ્પિક વિલેજમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સુરક્ષા અધિકારીઓએ તેને પકડી લીધી હતી. આ પછી તેની બહેનને પોલીસને સોંપવામાં આવી હતી અને આ અંગેની માહિતી IOAને મોકલવામાં આવી હતી. IOAએ પોલીસને વિનંતી કરી કે તેને પોલીસ સ્ટેશનમાં ન રોકે ત્યારબાદ તેને હોટેલ પરત મોકલી દેવામાં આવી. જો કે હવે શિસ્તના ઉલ્લંઘનને કારણે આખી ટીમ પેરિસથી ભારત પરત ફરી રહી છે.


IOAના નિવેદન અનુસાર  "અંતિમ પંઘાલે તેની બહેનને માન્યતા પ્રમાણપત્ર સોંપી દીધુ હતું, જે ગેમ્સ વિલેજમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહી હતી. ફ્રેન્ચ સત્તાધીશોની ફરિયાદ બાદ, સમગ્ર ટુકડીને ભારત મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો."


પાંઘલની છેલ્લી ઓલિમ્પિક સફર

અંકિત પંઘાલ પેરિસ ઓલિમ્પિક 2024માં મહિલાઓની 53 કિગ્રા ફ્રી સ્ટાઇલ ઈવેન્ટના રાઉન્ડ ઓફ 16માં તુર્કીની ઝેનેપ યેટગિલ સામે હારી ગઈ હતી. ટેકનિકલ શ્રેષ્ઠતાના આધારે યેટગીલ જીતી ગઇ. તે અંડર 23 યુરોપિયન ચેમ્પિયનશિપની બ્રોન્ઝ મેડલ વિજેતા પણ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News