પોલીસ ખાતામાં સિલેક્ટ થઈ થર્ડ જેન્ડર અક્ષરા : કહ્યું અન્યને સાડીનો શોખ મને ખાખીનો, રોજ કરતી 8 કલાક મહેનત
પોલીસ ખાતામાં સિલેક્ટ થઈ થર્ડ જેન્ડર અક્ષરા : કહ્યું અન્યને સાડીનો શોખ મને ખાખીનો, રોજ કરતી 8 કલાક મહેનત
March 02, 2021 09:09 AM
કિન્નરો હંમેશા સારા પ્રસંગે વધામણી માંગવા માટે અને આશીર્વાદ આપવા માટે આવતા હોવાનું જોવામાં આવે છે. શણાગાર કિન્નરોને વિશેષ પસંદ હોય છે. પરંતુ છતિષગઢના અંબિકાપુરાની કિન્નરે પોતાના કામથી એક ઉદાહરણ પુરુ પાડ્યું છે.
અંબિકાપુરમાં થોડા દિવસ પહેલા પોલીસ ભર્તી પરીક્ષામાં કિન્નર અક્ષરાએ ફિઝિકલ કસોટી પાર કરી લીધી છે. અક્ષરાએ આ પરીક્ષા પાસ કરી હોવાથી આખા કિન્નર સમાજમાં ખૂશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અક્ષરા અંબિકાપુરા શહેરના બોરીપારા સ્થિત મહાદેવ ગલીમાં રહે છે. અક્ષરાનું સ્વપન નાનપણથી પોલીસ બનવાનું હતું. આજે પરીક્ષા પાસ કરવા સમયે અક્ષરાનું કહેવું હતું કે ગુરુના આશીર્વાદથી જ પોલીસમાં મારી ભરતી થઈ શકી છે, જ્યારે હું કિન્નર તરીકે ઘરે ઘરે જઈને વધામણી ખાતી હતી ત્યારે હું મારા ગુરુને કહેતી કે મને પોલીસ બનવું છે, અને તેઓ મને તૈયારી કરવાનો સમય આપતા. હું નિયમિત 8 ક્લાક પ્રેક્ટિસકરતી હતી અને આજે સફળ થઈ છું. મારા સાથીઓને સાડીઓનો શોખ હતો જ્યારે મને ખાખીનો શોખ થતો. કિન્નરો ટ્રેનમાં અને રોડ ઉપર માગતા હોય એ મને પસંદ નહોતું. નાનપણથી હું પોલીસને જોઈને પ્રભાવિત થતી અને ત્યારથી મે નક્કી કર્યુ હતુ કે હું પોલીસ બનીને દેશ સેવા કરીશ, અન્ય કિન્નરોને પણ આ બાબતથી પ્રોત્સાહન મળશે કે તેઓ પણ સ્વાભિનથી જીવન જીવે.