ચોરોએ ત્રણ દિવસમાં દસ ટ્રકમાંથી ૧૮ બેટરીની ચોરી કરી

  • October 11, 2024 02:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ટ્રાન્સપોર્ટ કંપનીના કમ્પાઉન્ડમાં તેમજ રોડ પર પાર્ક કરેલા ટ્રકમાંથી બેટરીઓ ચોરી કરતી ગેંગે ત્રણ દિવસમાં દસથી વધુ ટૂંકમાંથી ૧૮ કરતા વધુ બેટરીની ચોરી કરતા આ બનાવના પગલે ભારે ચકચાર મચી જવા પામ્યો છે. બેટરી ચોર તસ્કરો કારના વ્હીલની ચોરીઓ પણ કરતા હોવાના કારણે ખુલ્લામાં વાહન પાક કરતા વાહન ચાલકોમાં ભારે ગભરાટ ફેલાયો છે. આ બનાવ અંગે ઘોષા, સિહોર અને વરતેજ પોલીસ મથકમાં ગુના દાખલ થતાં પોલીસે બેટરી ચોર ગેંગની શોધખોળ હાથ હતી. પ્રાપ્ત થયેલી માહિતી મુજબ ગોથા પોલીસ મથકમાં દાખલ થયેલી ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે તણસા પાર્થ રોડ લાઈન્સ ટ્રાન્સપોર્ટરની ઓફિસના ગ્રાઉન્ડમાં પાર્ક કરેલી બે ટ્રકમાંથી તસ્કરો રૂા.૧૨, ૦૦૦ ની કિંમતની ચાર બેટરીની ચોરી કરી હતી. તો સિહોર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે તસ્કરોએ રાજપરા ખાતે અભય સર્વિસ સ્ટેશનની બાજુમાં પાર્ક કરેલ ત્રણ ટ્રકમાંથી તસ્કરોએ રૂા.૨૪, ૦૦૦ ની કિંમતની ૬ બટેરની ચોરી કરી હતી. વરતેજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે સીદસર ખાતે સોનલકૃપા રોડલાઈન્સની ઓફિસના પાર્કિંગમાં પાર્ક કરેલી ત્રણ ટ્રકમાંથી રૂા.૨૪, ૦૦૦ ની કિંમતની છ બેટરીની ચોરી થઈ હતી. આજ રીતે તગડી ઘોઘા રોડ પર વેલનાથ હોટલ પાસે પાર્ક કરેલી બે ટ્રકમાંથી પણ તસ્કરોએ રૂા.૮, ૦૦૦ ની કિંમતની બેટરની ચોરી કરી હતી. તસ્કરોએ ગજેન્દ્રસિંહની વાડીમાંથી પણ બેટરીની ચોરી કરી હતી. આ ઉપરાંત નાનીખોડીયા મંદિર પાસે પાર્ક કરેલી કારન બે વ્હીલની ચોરી કરી તસ્કરો ગાયબ થઈ ગયા હતા. આમ ત્રણ દિવસમાં ૧૦થી વધુ ટ્રકમાંથી તસ્કરોએ રૂ. ૮, ૪૮, ૦૦૦ વધુની કિંમતની બેટરીની ચોરીએ કરતા પોલીસે આઈપીસી મુજબ વિધિવત રીતે ગુન્હો નોંધીને બેટરી ચોર ગેંગની શોધખોળ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application