હાલ ભાવનગરમાં માવતરના ઘરે રહેતી પરિણીતાએ મુંજકામાં રહેતા પતિ સહિતના સાસરિયાઓ તેમજ પતિના મિત્ર અને તેના માતા–પિતા સહિતનાઓ સામે શારીરિક– માનસિક ત્રાસ આપ્યાની તેમજ જ્ઞાતિ અંગે અપમાનિત કર્યાની ફરિયાદ નોંધાવી છે.
હાલ ભાવનગરમાં રહેતી રાધિકાબેન ઉર્ફે નિર્મળાબેન(ઉ.વ ૩૨) નામની પરિણીતાએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે મુંજકામાં રહેતા પતિ રણજીત બીજલભાઇ મૈયડ તથા તેનો મિત્ર કરણ, કરણના માતા–પિતા તેના ભાઈ–ભાભી તથા ફઈ બેનાબેન તેનો દીકરો વિજય,રાજ તેના પત્ની સંતોષબેન અને ફઈજી સાસુની દીકરી સ્નેહલ, નણદં અણા પરેશભાઈ ખીમાણીયા સહિતનાઓના નામ આપ્યા છે.
ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેણે વર્ષ ૨૦૧૪માં રણજીત સાથે કાલાવડમાં લવ મેરેજ કર્યા હતા. આ લજીવન થકી સંતાનમાં ૧૦ વર્ષનો પુત્ર છે. પતિનું મૂળ ગામ કાલાવડનું બાંગા ગામ છે. છ એક માસ પૂર્વે પર પરિણીતા નાણાવટી ચોક પાસે આવેલ ૯ એવન્યુ એપાર્ટમેન્ટમાં પતિ સાથે રહેતી હતી ત્યારે પતિ નાની–નાની વાતોમાં પરેશાન કરી ઝઘડો કરી છૂટાછેડા લેવા માટે દબાણ કરતો હતો અને ઢીકાપાટુનો માર મારતો હતો. ત્રણેક માસપૂર્વે પતિ કઇં કહ્યા વગર ઘરેથી ચાલ્યો જતા પરિણીતાએ ગુમનોંધ કરાવી હતી. ત્યારબાદ પતિએ કહ્યું હતું કે, હત્પં તારી સાથે રહેવા માંગતો નથી છૂટાછેડા આપી દે.
મે મહિનામાં પરિણીતા માતા–પિતાના ઘરે વેકેશન કરવા ગઈ હતી ત્યાંથી પરત અહીં ૯ એવન્યુ ખાતે પોતાના લેટ પર આવતા લેટ બધં હોય તેની ચાવી માંગતા પતિએ કહ્યું હતું કે, તું ત્યાંથી નીકળી જા આ ફલેટ હવે આપણો નથી. બાદમાં રણજીતનો મિત્ર કરણ અને તેના માતાપિતા અને ભાઈભાભી અહીં આવ્યા હતા અને પરિણીતાને કહ્યું હતું કે હવે આ ફલેટ તારો નથી રાજકોટમાં દેખાઇશ તો તને તથા તારા દીકરાને જાનથી મારી નાખીશ. પતિ સહિતનાઓના ત્રાસથી પરિણીતા ભાવનગર ચાલી ગઈ હતી અને તેણે પતિ વિદ્ધ ભરણપોષણનો અને ઘરેલુ હિંસાનો કેસ કર્યેા હતો.
પરિણીતા મુંજકા ખાતે પતિને તેડવા ગઈ હતી ત્યારે જેઠ અને જેઠાણીએ બોલાચાલી કરી કહ્યું હતું કે, તું અમારા સમાજને લાયક નથી તેમ કહી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી હતી તેમજ અન્ય આરોપીઓએ પણ જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી ધમકી આપી હતી. જેથી આ અંગે પરિણીતાએ પ્રથમ ગાંધીનગર ખાતે હેલ્પલાઇનમાં અરજી કર્યા બાદ આ મામલે રાજકોટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.બનાવ અંગે પોલીસે શારીરિક–માનસિક ત્રાસ અને એટ્રોસિટી એકટની કલમ હેઠળ ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશ્રીહરિકોટામાં બનાવાશે ત્રીજું લોન્ચ પેડ, ચંદ્ર પર માણસ મોકલવાની યોજના વચ્ચે ભારતનો મોટો 'ધમાકો'
January 16, 2025 10:28 PMતેહરાન નહીં તો કયું શહેર હશે ઈરાનની રાજધાની...જાણો સમગ્ર મામલો
January 16, 2025 09:53 PMNEET UG Exam 2025: NEET UG પરીક્ષા પેટર્ન નક્કી, પરીક્ષા ઓફલાઇન મોડમાં લેવાશે, NTA એ શેર કરી માહિતી
January 16, 2025 09:51 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech