આવતીકાલે રાજકોટના ખંઢેરી સ્ટડિયમમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આંતરરાષ્ટ્રીય ટી-20 ડે-નાઇટ ક્રિકેટ મેચ રમાનાર છે. જે અનુસંધાને કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે તથા જાહેર જનતાને અગવડતા ન થાય તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. ૦૧/૧૧/૨૦૧૯થી મોટર વ્હીકલ એક્ટના કાયદાના સુધારા મુજબ ટુ વ્હીલર વાહનચાલકોને ફરજિયાત હેલ્મેટ પહેરવાનો કાયદો અમલમા આવ્યો છે. જે મુજબ ટુ વ્હીલર વાહન ચાલકોએ ફરજિયાત હેલ્મેટ પહેરવાનું રહશે. પરંતુ ખંઢેરી સ્ટેડીયમના નીતિ નિયમો મુજબ સ્ટેડિયમમાં હેલ્મેટ અંદર લઈ જવા પર પ્રતિબંધ છે. મેચમાં ૪૮૨ પોલીસ અધિકારી તથા કર્મચારીઓનો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.
સ્ટેડિયમમાં હેલ્મેટ રાખવાની કોઈ વ્યવસ્થા નથી
તેમજ સ્ટેડિયમની અંદર કે બહાર ગેટ પર હેલ્મેટ રાખવાની માટેની કોઇ વ્યવસ્થા નથી. જેથી ટુ વ્હીલર વાહનો લઈ ક્રિકેટ મેચ જોવા આવનાર તમામ પ્રેક્ષકોએ પોત-પોતાના હેલ્મેટ પોતાના વાહન સાથે સુરક્ષિત રીતે લોક કરવા માટેની વ્યવસ્થા કરીને આવવા માટે જાહેર જનતાને સુચના કરવામાં આવી છે. તેમજ પ્રેક્ષકોના વાહનો તથા અન્ય ચીજવસ્તુની ચોરી ના થાય તે માટે યોગ્ય પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.
મેચને લઈ રસ્તા ડાયવર્ટ કરાયા
ખંઢેરી સ્ટેડિયમ નજીક રાજકોટ-જામનગર હાઇવે રોડ પસાર થતો હોય અને ક્રિકેટ મેચના કારણે ટ્રાફિકજામ થવાની સંભાવના હોય જેથી ટ્રાફિક નિયમન માટે તા.૨૮/૦૧/૨૦૨૫ના બપોર પછી 4 વાગ્યાથી તા.૨૯/૦૧/૨૦૨૫ના સાંજના ૭.૦૧ વાગ્યા સુધી જામનગરથી રાજકોટ તરફ આવતા મોટા વાહનો (ટ્રક, ટેન્કર, ટ્રેલર વગેરે) પડધરી મોવૈયા સર્કલથી ડાયવર્ઝન આપી, ટંકારા થઈ રાજકોટ તરફ આવશે અથવા પડધરી- નેકનામ- મીતાણા થઈ રાજકોટ તરફ આવશે. જે ટ્રાફિક ડાયવર્ટ કરવા સારૂ જિલ્લા કલેક્ટર રાજકોટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવનાર છે. જેની તમામ વાહનચાલકોએ નોંધ લેવી.
ગ્રામ્ય જિલ્લા પોલીસ તરફથી ક્રિકેટ મેચ જોવા આવતા પ્રેક્ષકોને સુચના
આવો પોલીસ બંદોબસ્ત રહેશે
મેચમાં એક એસપી, 4 ડીવાયએસપી, 9 પીઆઈ, પીએસઆઈ, એએસઆઈ કે હેડ કોન્સ્ટેલ, 31 પોલીસ કોન્સ્ટેબલ, 252 મહિલા હેડ કોન્સ્ટેબલ-પોલીસ કોન્સ્ટેબલ, 100 ટ્રફિક પોલીસ, 36 ટીઆરબી, 36 હોર્સ પોલીસ, 49 રાઇડર, 4 બીડીડીએસ અને 2 પોલીસ ટીમ તહેનાત રહેશે
પોલીસ ઉપરાંત સુરક્ષાને લઈ કઈ કઈ સુવિધા હશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationAMCનો સુરક્ષા ખર્ચ: 10 વર્ષમાં 245 કરોડનો ધુમાડો, વિપક્ષે ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા
March 03, 2025 11:53 PMટ્રમ્પની પોસ્ટથી ખળભળાટ: "આવતીકાલની રાત મોટી હશે", દુનિયાભરમાં અટકળો
March 03, 2025 09:52 PMજામ ખંભાળીયામાં હિન્દુ અને મુસ્લિમ પરીવાર વરચે રાત્રીના સમયે મારામારી થતા 2 લોકો ઇજાગ્રસ્ત
March 03, 2025 07:29 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech