બજેટ 2021 : આવતી કાલથી મોંઘી થશે દારુ, મોબાઈલ સહિતની આ વસ્તુઓ, ક્લિક કરીને જાણો શું થશે સસ્તુ

  • February 01, 2021 04:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

સામાન્ય બજેટ 2021-22 આજે રજૂ થયું હતું. આ બજેટમાં સૌથી વધુ લાભ સ્વાસ્થ્ય સેક્ટરને આપવામાં આવ્યો છે. જો કે તે ખર્ચની ભરપાઈ કરવા માટે સરકારે અનેક ઉત્પાદનો પર શૂલ્ક વધાર્યા છે. જેના કારણે અનેક વસ્તુઓ મોંઘી થઈ જશે. 
 

સરકારની ઘોષણા અનુસાર નવા એગ્રી ઈન્ફ્રા ડેવલપમેન્ટ સેસ કાલથી લાગુ થશે. જેના કારણે દારુ પીવાનું મોઘું થઈ જશે. કારણ કે બજેટમાં આલ્કોહોલિક બેવરેજ પર 100 ટકા એગ્રી ઈન્ફ્રા સેસ લગાવવામાં આવશે. 
 

બજેટમાં પેટ્રોલ પર 2.5 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ પર 4 રૂપિયા પ્રતિ લીટર પ્રમાણે એગ્રી ઈન્ફ્રા સેસ લગાવવામાં આવ્યો છે. તેનાથી પેટ્રોલ અને ડિઝલના ભાવ પણ કાલથી વધી શકે છે. સરકારે કાચા તેલ પર 17.5 ટકા એગ્રી ઈન્ફ્રા સેસ, કાયા સોયાબીન અને સૂરજમુખી તેલ પર 20 ટકા સેસ લગાવવામાં આવ્યો છે. પરંતુ ગ્રાહકો પર તેનો વધારે ભાર પડશે નહીં. કારણ કે તેના પર બેઝિક કસ્ટમ ડ્યૂટીમાં ઘટાડો કરવામાં આવ્યો છે. 
 

બજેટમાં સોના અને ચાંદી પર ઉત્પાદ શુલ્ક દરમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. તેને 12.5 ટકાથી ઘટાડી અને 7.5 ટકા કરવામાં આવ્યો છે. જ્યારે સોના અને ચાંદીના બિસ્કટ પર પણ સીમાશૂલ્ક ઘટાડવામાં આવ્યું છે. તેવામાં સોના ચાંદી સસ્તા થાય તેવી સંભાવના છે. 

 

સરકારે ચામડા પર શૂલ્ક વધારી 10 ટકા કર્યું છે જે પહેલા શૂન્ય હતું. આ બજેટ બાદ ચામડુ પણ મોંઘુ થશે. આ સિવાય કોટનના કપડા અને સિંથેટિક કપડા સસ્તા થશે. બજેટ બાદ મોબાઈલ, ચાર્જર, ફ્રીજ  મોંઘા થશે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application