ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2025માં પ્લેઓફ મેચનો સમય ધીમે ધીમે નજીક આવી રહ્યો છે. ગુજરાત ટાઇટન્સ, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ, પંજાબ કિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સએ પ્લેઓફમાં પ્રવેશ કર્યો છે. આઈપીએલ 2025 ની ફાઇનલ 3 જૂને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. એવામાં કેટલાક સ્ટાર ખેલાડીઓ તેમની મોટી કિંમતને યોગ્ય ઠેરવવામાં નિષ્ફળ ગયા અને તેમની ટીમ પ્લેઓફમાંથી પણ બહાર થઈ ગઈ. જાણીએ એવા 5 ખેલાડીઓ કોણ છે.
1. રિષભ પંત (27 કરોડ)
આઈપીએલ 2025માં બધાની નજર લખનઉ સુપર જાયન્ટ્સના કેપ્ટન રિષભ પંત પર હતી, પરંતુ તેની બેટિંગે ફેન્સને નિરાશ કર્યા. રિષભે 13 મેચમાં માત્ર 151 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન તેનો સ્ટ્રાઇક રેટ 107.09 રહ્યો છે, જે ખૂબ જ આશ્ચર્યજનક છે. રિષભની કેપ્ટનશીપ પણ નબળી રહી અને સારી શરૂઆત છતાં તેની ટીમ પ્લેઓફમાં સ્થાન મેળવી શકી નહીં.
2. વેંકટેશ ઐયર (23.75 કરોડ)
મિડલ ઓર્ડર બેટર વેંકટેશ ઐયરને કોલકાતા નાઈટ રાઈડર્સ એ 23.75 કરોડ રૂપિયાની મોટી કિંમતે રિટેન કર્યો હતો. પરંતુ આ સિઝનમાં વેંકટેશ ઐયરનું બેટ સંપૂર્ણપણે શાંત રહ્યું. વેંકટેશે 7 ઇનિંગ્સમાં 139.21 ના સ્ટ્રાઇક રેટથી 142 રન બનાવ્યા. તેના સ્કોર્સ 6, 3, 60, 45, 7, 14 અને 7 હતા.
3.ઈશાન કિશન (11.25 કરોડ)
વિકેટકીપર-બેટર ઈશાન કિશને સનરાઈઝર્સ હૈદરાબાદમાટે પોતાની ડેબ્યૂ મેચમાં અણનમ 106 રન બનાવ્યા. પછી એવું લાગતું હતું કે આ સિઝન ઇશાન કિશનના નામે રહેવાની છે, પરંતુ તે સદીની ઇનિંગ પછી, તેનું ફોર્મ પાટા પરથી ઉતરી ગયું. ઇશાન વર્તમાન સિઝનમાં 12 મેચમાં માત્ર 231 રન જ બનાવી શક્યો છે. આ સમયગાળા દરમિયાન તેમનો સ્ટ્રાઇક રેટ 140.85 રહ્યો છે.
4. મોહમ્મદ શમી (10 કરોડ)
સનરાઇઝર્સ હૈદરાબાદના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીનું આઈપીએલ2025માં સારું પ્રદર્શન રહ્યું નથી. આગામી ઇંગ્લેન્ડ પ્રવાસને ધ્યાનમાં રાખીને ભારતીય ટીમ માટે પણ આ ચિંતાનો વિષય છે. શમીએ વર્તમાન આઈપીએલ સીઝનમાં 9 મેચમાં અત્યાર સુધી 11.23 ના નબળા ઇકોનોમી રેટથી માત્ર 6 વિકેટ લીધી છે. ખરાબ પ્રદર્શનને કારણે, શમીને છેલ્લા કેટલાક મેચોમાં પ્લેઇંગ-11માંથી બહાર બેસવું પડ્યું છે.
5. રવિચંદ્રન અશ્વિન (9.75 કરોડ)
અનુભવી સ્પિનર રવિચંદ્રન અશ્વિન 10 વર્ષ પછી ચેન્નાઈ સુપર કિંગ્સમાં પાછો ફર્યો. આવી સ્થિતિમાં, ચેન્નાઈ સુપર કિંગ્સના ફેન્સને આશા હતી કે તે આઈપીએલ 2025 માં શાનદાર પ્રદર્શન કરશે, પરંતુ આ સિઝનમાં તે ફોર્મમાં ન હોય તેવું લાગતું હતું. અશ્વિન 9 મેચમાં ફક્ત 7 વિકેટ લઈ શક્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application૧૪ને ક્રુરતાપૂર્વક મારી નાખ્યા, ખોપરીનો સૂપ પીધો, નરપિશાચને ઉંમરકેદની સજા
May 24, 2025 04:41 PMશું તમે પણ પ્રી-ડાયાબિટીસ સ્ટેજમાં છો? બીમારીના આ 6 સંકેતો અવગણશો નહીં
May 24, 2025 04:06 PMટ્રમ્પના 25 ટકા ટેરિફ લગાવવા છતાં ભારતમાં બનેલા iPhones યુએસમાં સસ્તા પડશે
May 24, 2025 03:56 PMપિતરાઈ ભાઈએ દુષ્કર્મ આચરતા ગર્ભવતી બનેલી યુવતિએ દવા પી લેતા મોત નિપજ્યુ
May 24, 2025 03:27 PMસંસ્કાર મંડળ નજીક મોડી રાત્રે બે કાર વચ્ચે અકસ્માત
May 24, 2025 03:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech