હાઉસફુલ 5માં જોવા મળશે આ પાંચ હિરોઈન, એક રહી ચૂકી છે બિગ બોસની કન્ટેસ્ટન્ટ

  • September 12, 2024 04:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અક્ષય કુમારની કોમેડી ફિલ્મ હાઉસફુલનો પહેલો ભાગ વર્ષ 2010માં રિલીઝ થયો હતો. દર્શકોને આ ફિલ્મ એટલી પસંદ આવી કે ફિલ્મના વધુ ચાર ભાગ રિલીઝ થયા છે. હવે ફિલ્મના પાંચમા ભાગની તૈયારીઓ ચાલી રહી છે. હાઉસફુલ 5માં અક્ષય કુમાર, રિતેશ દેશમુખ, અભિષેક બચ્ચન, સંજય દત્ત, ફરદીન ખાન, નાના પાટેકર, ચંકી પાંડે, જેકી શ્રોફ અને ડીનો મોરિયા જોવા મળશે. હિરોઈનોની વાત કરીએ તો આ ફિલ્મ માટે પાંચ હિરોઈનોને સાઈન કરવામાં આવી છે. આ નામોમાં એક નામ એવી અભિનેત્રીનું છે જે બિગ બોસનો ભાગ પણ રહી ચૂકી છે.


આ પાંચ અભિનેત્રીઓએ ફિલ્મ માટે કરી છે સાઈન

જેકલીન ફર્નાન્ડિસ, નરગીસ ફખરી, સોનમ બાજવા, ચિત્રાંગદા સિંહ અને સૌંદર્યા શર્માને હાઉસફુલ 5માં ફિલ્મ માટે સાઈન કરવામાં આવ્યા છે. સૌંદર્યા શર્મા બિગ બોસ 16માં જોવા મળી હતી. ફિલ્મ સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યું કે ફિલ્મનું શૂટિંગ લંડનમાં 15 સપ્ટેમ્બરથી શરૂ થશે. આ ફિલ્મના સીનનું શૂટિંગ લંડનમાં 45 દિવસ સુધી કરવામાં આવશે.



ફિલ્મ ક્યારે થઈ શકે રિલીઝ?

આ ફિલ્મની ખાસ વાત એ છે કે આ ફિલ્મ ક્રુઝ પર સેટ છે. સૂત્રોએ જણાવ્યું કે પહેલા ફિલ્મના કેટલાક સીનનું શૂટિંગ લંડનમાં કરવામાં આવશે, ત્યારબાદ ફિલ્મના બાકીનું શૂટિંગ ક્રૂઝ પર કરવામાં આવશે. સાજિદ નડિયાદવાલા ફિલ્મ 2025ના બકરીદ વીકએન્ડ પર રિલીઝ કરવાની યોજના બનાવી રહ્યા છે.


હાઉસફુલનો પહેલો ભાગ વર્ષ 2010માં આવ્યો હતો. આ પછી હાઉસફુલ 2 વર્ષ 2012માં, હાઉસફુલ 3 વર્ષ 2016માં અને હાઉસફુલ 4 વર્ષ 2019માં રિલીઝ થઈ હતી. હવે દર્શકો હાઉસફુલ 5ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અક્ષય કુમારના ફેન્સ તેને તેના કોમેડી અવતારમાં જોવા માટે ઉત્સાહિત છે. તરુણ મનસુખાની આ ફિલ્મનું નિર્દેશન કરી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application