તમારી આ ખરાબ આદતો પહોંચાડી શકે છે કિડનીને નુકસાન

  • June 24, 2024 12:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



તંદુરસ્ત જીવન જીવવા માટે રોજિંદા દિનચર્યામાં સંતુલિત રીતે ખોરાકથી લઈને શારીરિક પ્રવૃત્તિ સુધીનું પાલન કરવું મહત્વપૂર્ણ છે. જેમ દિનચર્યાની કેટલીક સારી આદતો સ્વસ્થ અને ફિટ રાખે છે. તેવી જ રીતે ખરાબ જીવનશૈલી આપણા સ્વાસ્થ્યને ખૂબ નુકસાન પહોંચાડે છે. આજના સમયમાં કિડની સંબંધિત સમસ્યાઓ પણ ઘણી જોવા મળે છે અને તેની પાછળનું કારણ કેટલીકવાર પોતાની કેટલીક ખરાબ આદતો હોય છે. તેથી આ આદતોથી દૂર રહેવું ખૂબ જ જરૂરી છે.


શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવામાં કિડની મહત્વની ભૂમિકા ભજવે છે. જેના કારણે આપણું આખું શરીર અનેક પ્રકારની સમસ્યાઓથી સુરક્ષિત રહે છે પરંતુ આપણી પોતાની કેટલીક આદતો કિડનીને નુકસાન પહોંચાડે છે અને કેટલીકવાર આ સ્થિતિ ખૂબ ગંભીર બની જાય છે.


વધુ પ્રમાણમાં મીઠું ખાવું


મીઠું એટલે કે સોડિયમના વધુ પડતા સેવનથી કિડની સંબંધિત સમસ્યાઓનો ખતરો વધી જાય છે. કારણકે વધુ પડતું મીઠું ખાવાથી હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા વધે છે અને તેની કિડની પર ખરાબ અસર પડે છે. હાઈ બીપીની સમસ્યા હૃદયના સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે.


ઓછું પાણી પીવાની ટેવ


દરેક વ્યક્તિ જાણે છે કે જીવવા માટે પાણી પીવું કેટલું જરૂરી છે અને સ્વસ્થ રહેવા માટે દિવસમાં ઓછામાં ઓછું ત્રણ લિટર પાણી પીવું યોગ્ય માનવામાં આવે છે. પુષ્કળ પાણી પીવાથી કિડનીને ઝેરી તત્વોને વધુ સારી રીતે બહાર કાઢવામાં મદદ મળે છે. ઓછું પાણી પીવાથી કિડની પર ઘણું દબાણ પડે છે, જે કિડનીને નુકસાન પહોંચાડે છે.


આલ્કોહોલનું વધુ સેવન


વધુ પડતી માત્રામાં આલ્કોહોલનું સેવન કરવાથી સમગ્ર સ્વાસ્થ્યને નુકસાન થાય છે. આલ્કોહોલ પીવાથી ખાસ કરીને લીવર અને કિડની સંબંધિત સમસ્યાઓનું જોખમ વધી જાય છે.


પ્રોસેસ્ડ ખોરાક


આજકાલ સમયના અભાવે પ્રોસેસ્ડ ફૂડનું સેવન કરવું ખૂબ જ સામાન્ય બની ગયું છે પરંતુ આ ખાદ્યપદાર્થોની લાઈફ વધારવા માટે ઘણા પ્રકારના પ્રિઝર્વેટિવ્સ અને વધુ પડતા મીઠાનો ઉપયોગ કરવામાં આવે છે. જે તમારી કિડની અને એકંદર સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.


રેડ મીટનું વધુ સેવન


નોન-વેજ પ્રેમીઓની કોઈ કમી નથી અને તે પ્રોટીનનો સારો સ્ત્રોત માનવામાં આવે છે પરંતુ જો વધુ પડતું રેડ મીટ ખાઓ છો તો તેનાથી કિડનીની બીમારીનો ખતરો વધી જાય છે. કારણકે રેડ મીટમાં પણ ઘણી બધી ચરબી જોવા મળે છે. આ કારણે સ્વાસ્થ્ય સંબંધિત બીજી ઘણી સમસ્યાઓ થઈ શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application