શિયાળાની ઋતુ શરૂ થતાની સાથે જ કંઇક મસાલેદાર અને ગરમ ખાવાની તલપ પણ શરૂ થઇ જાય છે. તૃષ્ણાઓ પૂરી કરવા માટે લોકો ઘણીવાર બિનઆરોગ્યપ્રદ વિકલ્પો પસંદ કરે છે. જેની સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. ત્યારે ટમેટાંનો સૂપ ઠંડીની મોસમમાં સ્વાસ્થ્ય અને સ્વાદ બંનેનું ધ્યાન રાખે છે. ટમેટામાં ક્રોમિયમ, પોટેશિયમ, વિટામીન A, C, E, આલ્ફા, બીટા, લ્યુટીન અને લાઈકોપીન કેરોટીનોઈડ જેવા ઘણા ગુણો જોવા મળે છે, જે મેદસ્વિતાથી સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓને દૂર રાખવામાં મદદ કરી શકે છે.
ટમેટાંનો સૂપ પીવાથી સ્વાસ્થ્યને મળે છે આ લાભ
વધુ સારું રક્ત પરિભ્રમણ
ટમેટાના સૂપમાં હાજર સેલેનિયમ એનિમિયાને અટકાવીને શરીરમાં રક્ત પરિભ્રમણને વધુ સારું રાખવામાં મદદ કરે છે. આરોગ્ય નિષ્ણાતો પણ સારા રક્ત પરિભ્રમણ માટે ટમેટાંનો સૂપ પીવાની ભલામણ કરે છે.
હાઈ બીપીમાં ફાયદાકારક
ટમેટાંમાં રહેલું પોટેશિયમ શરીરમાં સોડિયમનું સ્તર સંતુલિત રાખવામાં મદદ કરે છે. જો હાઈ બીપીના દર્દી છો તો ટમેટાના સૂપનું સેવન કરો. જો કે ટમેટાંનો સૂપ બનાવતી વખતે તેમાં મીઠાની માત્રાનું ધ્યાન રાખો અથવા મીઠું ઉમેરવાનું ટાળો.
વજન ઘટાડવું
ટમેટાંનો સૂપ નિયમિત પીવાથી પણ વજન ઘટાડવામાં મદદ મળે છે. ટમેટાના સૂપમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, જે પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે. જેના કારણે વ્યક્તિને જલ્દી ભૂખ નથી લાગતી અને તે વધારાની કેલરી લેવાનું ટાળે છે. જે વજન ઘટાડવામાં મદદ કરી શકે છે.
સારું પાચન
શિયાળામાં લોકો પાચન સંબંધી સમસ્યાઓથી પીડાય છે. પાચનતંત્રને સારી રીતે જાળવી રાખવા માટે ટમેટાના સૂપનું સેવન કરી શકો છો.
શુગર લેવલ કંટ્રોલમાં રાખવા
ટમેટાંમાં રહેલું ક્રોમિયમ બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. આ સિવાય ટમેટામાં હાજર નારીંગિન નામના ફ્લેવોનોઈડ્સ એન્ટી-ડાયાબિટીકનું કામ કરે છે અને બ્લડ સુગર લેવલ ઘટાડી શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપૂર્વ CM વસુંધરા રાજેના કાફલાનો પાલીમાં અકસ્માત, પોલીસનું વાહન પલટતા પાંચ પોલીસકર્મી ઘાયલ
December 22, 2024 07:46 PMPM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન, 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર'થી સન્માનિત
December 22, 2024 07:43 PMપુષ્પા 2 એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
December 22, 2024 06:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech