પ્રારંભિક તબક્કામાં જો બાળકોનો શારીરિક અને વિકાસ સાચો હશે તો જ તેમનો વિકાસ સારો થશે. બાળકોના શારીરિક સ્વાસ્થ્યની સાથે માનસિક સ્વાસ્થ્ય પર પણ ધ્યાન આપવું જોઈએ. સૌથી મહત્વની બાબત એ છે કે બાળકોને ખાસ કરીને કેલ્શિયમથી ભરપૂર વસ્તુઓ આપવી જોઈએ. તે તેમના હાડકાંને મજબૂત બનાવે છે, જે ઊંચાઈ વધારવામાં પણ મદદ કરે છે.
નિષ્ણાંત ડૉકટર જણાવે છે કે, જો શરીરમાં કેલ્શિયમની ઉણપ હોય તો બાળકોના હાડકાં નબળા પડી શકે છે. સમયસર ધ્યાન આપવામાં ન આવે તો બાળકોને દાંતની સમસ્યા, હાડકાંના વળાંક અને વહેલા ફ્રેક્ચર જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આવી સ્થિતિમાં બાળકોને આહાર દ્વારા યોગ્ય માત્રામાં કેલ્શિયમ આપવું જોઈએ. નિષ્ણાતોએ કેલ્શિયમથી ભરપૂર શાકાહારી આહાર વિશે જણાવ્યું છે, ચાલો જાણીએ.
લીલા પાંદડાવાળા શાકભાજી
લીલા પાંદડાવાળા શાકભાજી ખૂબ આરોગ્યપ્રદ છે. તેમાં કેલ્શિયમ પણ ભરપૂર માત્રામાં હોય છે, ઈન્ડિયન મેડિકલ કાઉન્સિલના સંશોધન મુજબ, 100 ગ્રામ લીલા શાકભાજીમાં 279.3 મિલિગ્રામ કેલ્શિયમ જોવા મળે છે. પરંતુ તેનો સંપૂર્ણ લાભ લેવા માટે તેને યોગ્ય રીતે રાંધવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.
ડેરી ઉત્પાદનો
દૂધ અને તેમાંથી બનતી ચીજોમાં માત્ર વિટામીન B જ નહી પરંતુ કેલ્શિયમ પણ ભરપૂર માત્રામાં હોય છે. બાળકોના હાડકાંને મજબૂત કરવા માટે, તેમને ડેરી ઉત્પાદનો ખવડાવવા જોઈએ. 100 ગ્રામ ડેરી ઉત્પાદનોમાં આશરે 755mg કેલ્શિયમ હોય છે. બાળકોના આહારમાં દૂધ, દહીં અને પનીર જેવી વસ્તુઓનો અવશ્ય સમાવેશ કરો.
બદામ
ડ્રાયફ્રૂટ્સ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. બદામ ખાવાથી શરીર એકદમ ફીટ અને એનર્જેટિક બને છે. આ કેલ્શિયમનો પણ મોટો સ્ત્રોત છે. દરરોજ સવારે બાળકને પલાળેલા સૂકા ફળો આપી શકો છો. 100 ગ્રામ મિશ્રિત અખરોટમાં લગભગ 211 મિલિગ્રામ કેલ્શિયમ હોય છે.
આ સિવાય શરીરમાં કેલ્શિયમની ઉણપને પૂરી કરવા માટે વિવિધ પ્રકારના કઠોળ પણ ખવડાવી શકાય છે. તેનાથી હાડકા પણ મજબૂત થાય છે. આ ખાવાથી બાળકોમાં હાડકા સંબંધિત કોઈ સમસ્યા નહીં રહે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરીક્ષા ચાલક યુવાનની હત્યા કેસના આરોપીને પકડવામાં પોલીસ સફળ..
March 31, 2025 06:05 PMધ્રોલ તાલુકાના ધ્રાંગડા ગામ ની સીમમાં ખનીજ ચોરી નું મસ્ત મોટું કૌભાંડ..
March 31, 2025 05:37 PMજામનગરમાં ચેઈન સ્નેચિંગના આરોપીઓ ઝડપાયા
March 31, 2025 05:19 PMપાકિસ્તાનમાં હાફિઝ સઈદના નજીકનો સાથી અબ્દુલ રહેમાનની ઈદના દિવસે જ હત્યા
March 31, 2025 03:51 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech