જૈન ધર્મની આ જીવનશૈલીની પદ્ધતિઓથી ઘટાડો વજન, તમારાં વજનને સંતુલિત રાખવામાં થશે મદદરૂપ

  • August 31, 2024 04:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


લોકો પોતાનું વજન ઘટાડવા માટે અનેક પ્રયત્નો કરતાં હોય છે. કેટલાક લોકો વજન ઘટાડવા માટે દવાઓ પણ લેતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે, જૈન ધર્મમાં વજન ઘટાડવા માટેની પદ્ધતિઓ આધ્યાત્મિક અને આરોગ્યપ્રદ જીવનશૈલી સાથે જોડાયેલી છે. આ પદ્ધતિઓ શરીર અને મનના શુદ્ધિકરણ પર પણ ધ્યાન કેન્દ્રિત કરે છે. આ પદ્ધતિઓ એક સિમ્પલ અને આરોગ્યપ્રદ જીવનશૈલી તરફ દોરી જાય છે, જે વજનને સંતુલિત રાખવામાં મદદરૂપ છે. તો ચાલો જાણીએ કેટલીક પદ્ધતિઓ જે વજન ઘટાડવામાં મદદ કરી શકે છે.


ઉપવાસ:

જૈન ધર્મમાં ઉપવાસનું ખૂબ જ મહત્વ હોય છે. ઉપવાસ વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે. નિયમિત ઉપવાસ કે નિયત સમયે ખાવાથી વજન ઓછું થાય છે અને પાચનતંત્ર પણ સારું રહે છે.


સંયમિત આહાર:

જૈન ધર્મમાં અતિશય ખાવાનું ટાળવામાં આવે છે. તમે દરરોજ નિયત માત્રામાં, સાદું અને પૌષ્ટિક ખોરાકનું સેવન કરશો તો વજનને કંટ્રોલમાં રાખી શકશો.


સાંજનું ભોજન વહેવું લેવું:

જૈન લોકો માટે સાંજે વહેલું જમવું એ મહત્વપૂર્ણ હોય છે. રાત્રે ભોજન ટાળવાથી પાચન સુધરે છે અને તે વજન ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે.


આહાર:

જૈન લોકો દ્વારા અનુસરાતો શુદ્ધ શાકાહારી આહારમાં સામાન્ય રીતે ઓછું કેલરીયુક્ત હોય છે. આહારમાં  ફળ, શાકભાજી, દાળ, અને અનાજ શરીરને હળવું રાખવામાં મદદ કરે છે.


પ્રાણાયામ અને ધ્યાન:

જૈન ધર્મમાં ધ્યાન અને પ્રાણાયામ પર ભાર મૂકવામાં આવે છે. આ પદ્ધતિઓ મનને શાંતિ આપે છે, તણાવ ઓછો કરે છે, અને શરીરના વજનને પણ નિયંત્રિત રાખે છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application