આ ૮ પ્રકારનો  ડાયટ શુક્રાણુઓની સંખ્યામાં વધારો કરે છે, પુરુષોએ આ 5 વસ્તુઓથી દુર રેહવું જોઈએ....

  • June 10, 2021 06:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

તમારા ખોરાક તેમજ રોજીંદી ટેવો તમારી જાતીય ક્ષમતાના વધારા ઘટાડા માટે પણ એટલી જ જવાબદાર છે. સ્પર્મ કાઉન્ટ વધારવા માટે આ ૮ પ્રકારના ડાયેટ ખુબ જ લાભદાયક નીવડે છે. તો આવો જાણીએ આ ફૂડસ વિશે...

 

કોળાનાં બીજ-

 


કોળાના બીજ  ઝીંકથી ભરપુર હોય છે. ઝીંક એ આવશ્યક ખનિજોમાંની એક છે, જે પુરુષોમાં પ્રજનન ક્ષમતા વધારે છે. તે ટેસ્ટોસ્ટેરોન, શુક્રાણુ ગતિશીલતા અને શુક્રાણુઓની સંખ્યામાં પણ વધારો કરે છે. 

 


નારંગી-

 


નારંગી વિટામિન સી થી સમૃદ્ધ છે. અને અભ્યાસોએ સાબિત કર્યું છે કે વિટામિન સી શુક્રાણુ ગતિ, ગણતરી અને તેની રચનાને સુધારે છે.  આ ઉપરાંત ટામેટા, બ્રોકોલી પણ ખાવા જોઈએ.  જેમાં ભરપુર પ્રમાણમાં વિટામીન સી, બી, અને લોહ તત્વ મળી આવે છે. 

 

 

ઘેરા રંગના પાંદડાવાળા શાકભાજી - 

 


પાલક, લેટીસ, બ્રસેલ્સ સ્પ્રાઉટ્સ અને શતાવરીમાં ફોલેટ જોવા મળે છે. તેને વિટામિન બી તરીકે પણ ઓળખવામાં આવે છે. ફોલેટ શુક્રાણુઓને મજબૂત અને સ્વસ્થ બનાવે છે. 

 


ડાર્ક ચોકલેટ- 

 


ડાર્ક ચોકલેટમાં આર્જિનિન નામનું એમિનો એસિડ હોય છે. તે વીર્યની ગણતરી અને ગુણવત્તામાં સુધારો કરી શકે છે.

 


સાલ્મન અને સાર્દિન માછલી - 

 


કેટલીક માછલીઓમાં ઓમેગા -3 ફેટી એસિડ્સ જોવા મળે છે. ખાસ કરીને સાલમન, મેકરેલ, ટ્યૂના, હેરિંગ અને સારડીન પ્રકારની માછલીઓમાં પ્રાપ્ત થતા ઓમેગા -3  અને ફેટી એસિડ્સ વીર્યની ગુણવત્તા અને ગણતરી સુધારવામાં મદદ કરે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application