મહિલાઓએ જરૂરથી ખાવી જોઈએ આ 5 વસ્તુ, વિડીયોમાં જુઓ તેના ફાયદા

  • February 12, 2021 03:06 AM 

ઘરથી લઈને બહાર સુધીની તમામ જવાબદારીઓ મહિલાઓ સારી રીતે નિભાવે છે. મહિલાઓ આખો દિવસ શું નથી કરતી, પરંતુ બધી જવાબદારીઓ નિભાવતી વખતે પોતાની કાળજી લેવાનું ભૂલી જાય છે. અમે તમને એવા કેટલાક હેલ્ધી ફૂડ્સ વિષે જણાવીશું જે મહિલાઓના સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ છે. આ ખોરાક માત્ર મહિલાઓના સ્વાસ્થ્યને જ સારું નથી રાખતું પરંતુ રોગોને પણ તેનાથી દૂર રાખે છે.

ટામેટાં
ટામેટાં દરેક વ્યક્તિના સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. ટામેટાં પ્રોટીન, વિટામિન, મિનરલ્સ અને ફાઈબરથી ભરપુર હોય છે.ટામેટાંમાં વિટામિન એ, વિટામિન સી, વિટામિન ઇ અને વિટામિન કે ભરપુર માત્રામાં મળી આવે . ટામેટાંમાંથી મળતું લાઇકોપીન ખાસ કરીને મહિલાઓ માટે જરૂરી છે. ટામેટાંમાં રહેલું એન્ટીઓકિસડેંટ ત્વચાની દરેક  સમસ્યાને દુર કરે છે. 

પાલક
મહિલાઓએ મિનરલ્સ અને  વિટામિન્સથી ભરપૂર પાલકનો પણ પોતાના આહારમાં સમાવેશ કરવો જોઈએ મેગ્નેશિયમથી ભરપુર પાલક  પીએમએસના લક્ષણો ઘટાડે છે. આટલું જ નહીં, પાલક હાડકાઓને મજબૂત પણ બનાવે છે. પાલક નિયમિત રીતે ખાવાથી બ્લડ સુગર કંટ્રોલ રહે છે અને અસ્થમાની સમસ્યા પણ દૂર થાય છે.

ફ્લેક્સ સીડ્સ 
જ ઓમેગા -3થી ભરપુર ફ્લેક્સ સીડ્સ હૃદય અને બ્લડ સુગર માટે સારું ગણાય છે. તેનું સેવન કરવાથી મહિલાઓનું આરોગ્ય સારું રહે છે. તે ફાઈબર અને આયર્નથી ભરપુર હોય છે.  ફ્લેક્સ સીડ્સમાં રહેલા વિટામિન બી કોમ્પ્લેક્સ, પ્રોટીન, પોટેશિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, થાયામિન અને ફાયટોએસ્ટ્રોજન જેવા ખનીજ પણ તેમાં જોવા મળે છે જે મહિલાઓ માટે દરેક રીતે ફાયદાકારક છે.

ક્રેનબેરી
સ્ત્રીઓમાં યુટીઆઈની સમસ્યા સામાન્ય હોય છે. આવી સ્થિતિમાં ક્રેનબેરી સ્ત્રીઓ માટે ખૂબ ફાયદાકારક છે. તે યુટીઆઈ સામે રક્ષણ આપે છે. સ્વાદિષ્ટ હોવા સાથે, ક્રેનબેરી હૃદય રોગ અને દાંતના સડાથી પણ બચાવે છે. તેમાં ફાઈટોન્યુટ્રિએન્ટ્સ, એન્ટીઓકિસડન્ટ અને બળતરા વિરોધી ગુણધર્મો છે જે મહિલાઓને ઘણા રોગોથી સુરક્ષિત કરે છે.

ઓટ્સ
ઓટ્સ કોલેસ્ટરોલને નિયંત્રિત કરે છે. એટલું જ નહીં, તે પીએમએસ અને મૂડ સ્વિંગને લગતી સમસ્યાઓથી બચાવવામાં પણ સક્ષમ છે. તે ફક્ત હૃદય માટે જ સારું નથી, તે પાચનમાં પણ સુધારો કરે છે. આ ઉપરાંત તે બ્લડ પ્રેશરને પણ નિયંત્રણમાં રાખે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS