2024 માં રેકોર્ડબ્રેક કમાણી અને મુખ્ય લિસ્ટિંગ પછી રોકાણકારો હવે 2025 માં આવનારા હાઇ-પ્રોફાઇલ IPO ની રાહ જોઈ રહ્યા છે. આ વર્ષની શરૂઆતથી IPO પ્રવૃત્તિ થોડી ધીમી રહી છે પરંતુ કેટલીક મોટી કંપનીઓ બજારમાં પ્રવેશતા રોકાણકારોની અપેક્ષાઓ ફરી વધી છે.
ટાટા કેપિટલ IPO
ટાટા ગ્રુપની નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ સર્વિસિસ પેટાકંપની, ટાટા કેપિટલ, ટૂંક સમયમાં તેનો IPO લોન્ચ કરી શકે છે. અહેવાલો અનુસાર, તેનું કદ લગભગ 15,000 કરોડ રૂપિયા હોય શકે છે. આ IPO નવા શેર ઇશ્યૂ અને વેચાણ માટે ઓફર (OFS)નું મિશ્રણ હશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ના નિયમોનું પાલન કરવા માટે ટાટા કેપિટલનું સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગ જરૂરી છે.
રિલાયન્સ જિયોનો IPO
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ટેલિકોમ શાખા, રિલાયન્સ જિયો ઇન્ફોકોમ 2025 ના બીજા કે ત્રીજા ક્વાર્ટરમાં IPO લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે. આ IPO ભારતનો સૌથી મોટો જાહેર પ્રસ્તાવ હોય શકે છે, જેનું કદ લગભગ રૂ. ૪૦,૦૦૦ કરોડ છે. જિયોનું લક્ષ્ય લગભગ 10 લાખ કરોડ રૂપિયાના મૂલ્યાંકન સાથે પોતાને લિસ્ટ કરવાનું છે.
NSDL IPO
ભારતની અગ્રણી ડિપોઝિટરી ફર્મ નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ (NSDL) પણ ટૂંક સમયમાં તેના IPOની જાહેરાત કરી શકે છે. અહેવાલો અનુસાર, કંપની લગભગ 3,000 કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના બનાવી રહી છે. જોકે, તેને હજુ પણ કેટલીક નિયમનકારી મંજૂરીઓની જરૂર છે.
LG ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયા IPO
દક્ષિણ કોરિયન કંપની LG ઇલેક્ટ્રોનિક્સ ભારતમાં તેની પેટાકંપની માટે IPO લાવવાની તૈયારી કરી રહી છે. તેનું કદ ૧૫,૦૦૦ કરોડ રૂપિયા હોય શકે છે, જેમાં ફક્ત ઓફર ફોર સેલ (OFS)નો સમાવેશ થશે.
JSW સિમેન્ટ
JSW ગ્રુપની સિમેન્ટ શાખા JSW સિમેન્ટ પણ 4,000 કરોડ રૂપિયાનો IPO લાવવાની યોજના બનાવી રહી છે. આમાં રૂ. 2,000 કરોડના નવા શેર અને રૂ. 2,000 કરોડના OFSનો સમાવેશ થશે. આ રકમનો ઉપયોગ કંપનીના વિસ્તરણ અને લોન ચૂકવવા માટે કરવામાં આવશે.
ઝેપ્ટો આઈપીઓ
ઝડપથી વિકસતું ક્વિક કોમર્સ પ્લેટફોર્મ ઝેપ્ટો 2025 માં IPO લોન્ચ કરીને 7,000-8,800 કરોડ રૂપિયા એકત્ર કરી શકે છે. કંપની એપ્રિલ 2025 સુધીમાં સેબી સમક્ષ ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ ફાઇલ કરવાની યોજના ધરાવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના એચજે લાલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
May 15, 2025 07:01 PMટ્રમ્પનો યુ-ટર્ન: યુદ્ધવિરામના શ્રેય બાદ પાંચ જ દિવસમાં પલટી, કહ્યું - મેં માત્ર મદદ કરી
May 15, 2025 06:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech