ચહેરાની રંગત વધારવા માટે ઘણા ફેસપેક અને વસ્તુઓ આપણે અજમાવીએ છીએ. પરંતુ કેટલીકવાર તે પ્રયોગ કરવામાં ચહેરાની સુંદરતા સુધરવાને બદલે બગડી જાય છે. આવી કેટલીક બાબતો વિશે અહીં જાણકારી આપવામાં આવી છે જેથી તમે તેના વિશે જાણો અને આ વસ્તુઓનો ચહેરા પર ઉપયોગ કરવાનું ટાળો જેથી ત્વચાને નુકસાન ઓછું થાય.
લીંબુ: કેટલાક લોકો લીંબુના છાલથી સીધી ચહેરા પર ઘસી માલિશ કરે છે અથવા ચહેરા પર લીંબુનો રસ લગાવે છે. લીંબુનો ઉપયોગ ક્યારેય સીધો ચહેરા પર કરવો જોઈએ નહીં. તેનાથી ચહેરાની ત્વચાને નુકસાન થાય છે અને રંગ પણ શ્યામ થવા લાગે છે.
ગરમ પાણી: કેટલાક લોકોને ગરમ પાણીથી ચહેરો ધોવાની ટેવ હોય છે. હૂંફાળા પાણીથી મોં ધોવાથી ત્વચાનું મોઈશ્ચર દૂર થાય છે અને ચહેરા પર ડ્રાયનેસ આવે છે. તેના બદલે ચહેરા પર વરાળ લેવાનું વધુ સારું રહે છે.
ટૂથપેસ્ટ: જ્યારે ચહેરા પર ખીલ દેખાય છે ત્યારે લોકો ઘણીવાર ટૂથપેસ્ટ લગાવે છે. ટૂથપેસ્ટને લીધે તે જગ્યાએ કાળા ડાઘ થઈ શકે છે.
વેક્સ : ચહેરા પર વેક્સનો ઉપયોગ પણ ટાળવો જોઈએ. ચહેરાની ત્વચા ખૂબ નરમ હોય છે. તેના પર વેક્સ કરવાથી ચહેરાને નુકસાન થઈ શકે છે.
ચહેરા પર ગ્લો લાવવા માટે આ વસ્તુઓનો ઉપયોગ કરો
1. કાચા દૂધથી દરરોજ ચહેરો સાફ કરવો, તેનાથી રંગ સાફ થાય છે.
2. નારંગીની છાલ સુકવી અને તેનો પાવડર કરી ઉપયોગમાં લેવો. આ પાવડરમાં દૂધ અથવા મધમાં મિક્ષ કરીને ચહેરા પર લગાવો.
3. ક્રીમ અને ચણાનો લોટ પણ ચહેરાને સુંદર બનાવે છે. તેને લગાવવાથી ત્વચાની ગુણવત્તા સુધરે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 99251 12230
View News On Applicationઆપણે ઘણું કરવામાં અસફળ થઇ રહ્યા છીએ, આપણી હેલ્થકેર સિસ્ટમ પણ અસફળ : સોનું સુદ
April 21, 2021 11:17 AMરેમડેસિવીર થશે સસ્તા: સરકારે આયાત ડ્યુટી હટાવી
April 21, 2021 11:13 AMપ્રવાસી મજૂરોની સહાય માટે કેન્દ્ર સરકારના 20 કંટ્રોલરૂમ
April 21, 2021 11:10 AMશિખર ધવનની શાનદાર બેટિંગથી દિલ્હીએ મુંબઈને 6 વિકેટે હરાવ્યું
April 21, 2021 10:56 AMRam Navami 2021 : રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સહિત અનેક નેતાઓએ દેશવાસીઓને આપી રામનોમની શુભેચ્છા
April 21, 2021 10:52 AM