રાજકોટમાં થર્ટી ફસ્ર્ટની ઉજવણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે પોલીસ દ્રારા ખાસ એકશન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.ખાસ કરીને નવા વર્ષની નશીલી ઉજવણી કરનાર પર પોલીસની સતત વોચ રહેશે.આ ઉપરાંત થર્ટી ફસ્ર્ટમાં ડીજે ડાન્સ સાથેની પાર્ટીનું આયોજન કરનાર આયોજકોને પણ સ્પષ્ટ્ર તાકીદ કરી છે કે નિયમોમાં કોઈ પણ જાતની બાંધછોડ ચલાવી લેવામાં નહીં આવે.હાલ ચાર આયોજકો દ્રારા થર્ટી ફસ્ર્ટની પાર્ટીના આયોજન અંગે અરજી કરવામાં આવી છે જે અરજી પોલીસ વેરિફિકેશન માટે મોકલી આપવામાં આવી હોવાનું ડીસીપી ઝોન–૨ જગદીશ બાંગરવા જણાવ્યું હતું.
થર્ટી ફસ્ર્ટની ઉજવણીના આયોજનમાં પોલીસ બંદોબસ્તને લઇ વિગતો આપતા ડીસીપી ઝોન– ૨ જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે,નવા વર્ષની ઉજવણી શાંતિપૂર્ણ માહોલમાં થાય તે માટે શહેર પોલીસ દ્રારા પોલીસ સ્ટાફ ઉપરાંત પોલીસ અધિકારીઓ દ્રારા સતત પેટ્રોલિંગ કરવામાં આવશે.શહેરમાંથી બહાર જતા તમામ માર્ગેા પર પોલીસ દ્રારા ચેકિંગ પોઇન્ટ તૈયાર કરવામાં આવશે.યાં પોલીસ સ્ટાફ બ્રેથ એનેલાઇઝર સાથે તપાસ કરવામાં આવશે.આલ્કોહોલિક તથા અન્ય એન.ડી.પી.એસ.ના પદાર્થેાનું સેવન કરનાર લોકો સામે કડક પગલા ભરવામાં આવશે. થર્ટી ફસ્ર્ટની ઉજવણી દરમિયાન કોઇ ગેરકાયદે પ્રવૃત્તિ ના થાય તે માટે સૂચન આપી દેવામાં આવી દેવામાં આવી છે.
૩૧ ડિસેમ્બરની રાત્રે નવા વર્ષની ઉજવણીના નામે ડ્રગ્ઝ એન્ડ ડિ્રન્કસ કલ્ચર સતત વિકસી રહ્યું હોવાના કારણે આવા તત્વોને ઝડપી પાડવા માટે શહેર પોલીસે પણ કમર કસી છે. શહેરમાં પોલીસ દ્રારા એનડીપીએસ કીટ દ્રારા ચેકિંગ કરી ડ્રગ્ઝનો નશો કરતાં શખસોને પકડી પાડી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત શહેર પોલીસ દ્રારા શહેરના અલગ–અલગ ટ્રાફિક પોઇન્ટ પર બ્રેથ એનેલાઇઝરથી ચેકિંગ કાર્યવાહી કરી ડ્રીન્કસ એન્ડ ડ્રાઇવના મહત્તમ કેસ કરવામાં આવશે તેવું ડીસીપીએ જણાવ્યું હતું.
આ ઉપરાંત ડીસીપી ઝોન–૨ જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે, હાલમાં ૩૧ ફસ્ર્ટની પાર્ટીઓના આયોજનને લઇ ચાર આયોજકોએ અરજી કરી છે જે અરજી પોલીસ વેરીફિકેશન માટે મોકલી આપવામાં આવી છે. સાથોસાથ તેમણે જણાવ્યું હતું કે, ૩૧ ફસ્ર્ટમાં ડીજે અને ડાન્સ સાથેની પાર્ટીના આયોજન કરનાર આયોજકોને પણ સ્પષ્ટ્રપણે તાકીદ કરી દેવામાં આવી છે કે, નિયમોમાં કોઈપણ પ્રકારની બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીં. જો નિયમોનો ભગં કરવામાં આવશે તો પોલીસ આયોજક સામે કાયદેસરની કાર્યવાહી કરશે.
૩૧ ફસ્ર્ટની આ પાર્ટીઓ દરમિયાન મહિલા અને યુવતીઓ સાથે કોઈ અઘટિત ઘટના ન બને તે માટે શહેર પોલીસ સ્ટાફ સાથે શી ટીમ પણ તૈનાત રહેશે. ખાનગી ડ્રેસમાં તૈનાત શી ટીમ આવી પાર્ટીઓ પર સતત વોચ રાખશે અને જો કોઈ યુવતી કે મહિલાઓ સાથે અણછાજતુ વર્તન કરશે તો તેની સામે સ્થળ પર જ કાર્યવાહી કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationન્યુઝીલેન્ડ અને ભારત સામે હાર છતાં પાકિસ્તાન સેમિફાઇનલમાં પહોંચી શકે
February 24, 2025 03:19 PMઅમેરિકનો ઈંડાની કિંમતમાં વધારો થતાં હવે મરઘી ભાડે લઈ રહ્યા છે
February 24, 2025 03:18 PMનામ કમાવા સાથે રહેલા ઝડપાયા,દામ કમાનારની શોધ
February 24, 2025 03:16 PMરાજકોટ બસ પોર્ટથી જૂનાગઢની એસટી બસો ફૂલ પેક; કાલથી એક્સ્ટ્રા દોડાવાશે
February 24, 2025 03:13 PMજાસૂસી હજુ પણ ચાલુ છે: કિરોડી લાલ મીણાના પોતાની જ સરકાર પર પ્રહારો
February 24, 2025 03:11 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech