ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદના પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન ભવનનાં વિધાર્થીઓ દ્વારા પોરબંદર જિલ્લામાં પ્રાકૃતિક ખેતી અને જીવનશૈલી ગ્રામજીવનના પ્રચાર માટે વિધાર્થીઓ દ્રારા પદયાત્રા કરવામાં આવી હતી.
પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગ વિધાર્થીઓની બે ટીમ દ્રારા પોરબંદર જિલ્લાના પહેલા દિવસે છાયા, રતનપર, ઓડદર, ટુકડા ગોસા, મોટા ગોસા, રાતીયા, ગોરસર, મંડેર, ચિંગરિયા, પાતા, અંતરોલી, માધવપુર, કડછ, ઉટડા, ગરેજ ગામોની પદયાત્રા કરવામાં આવી હતી.બીજા દિવસે બોરીચા,આદિત્યાણા, રામગઢ, ખંભાળ, લધાધાર, હનુમાનગઢ ગામોની મુલાકાત કરવામાં આવી હતી. અને ત્રીજા દિવસે બોખીરા, વડાળા, મોઢવાડા, કીદરખેડા, બગવદર, હાથલા ગામોની મુલાકાત કરવામાં આવી હતી.
આ મુલાકાત યાત્રામાં ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ જર્નાલિઝમ ડિપાર્ટમેન્ટના હેડ ડો.પુનિતા હર્ણેના માર્ગદર્શન હેઠળ ૧૪ વિદ્યાર્થીઓ જોડાયા હતા. આ પદયાત્રામાં વિદ્યાર્થીઓએ ગામડાઓમાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે તેઓને સમજૂત કરવામાં આવ્યાં હતાં અને પ્રાકૃતિક ખેતીના વિવિધ આયામો દ્વારા પ્રાકૃતિક ખેતી કરીને સા ઉત્પાદન મેળવી શકાય તેની સમજ આપવામાં આવી હતી. જીવનશૈલી ગ્રામજીવનના પ્રચાર માટે આ પદયાત્રામાં વિદ્યાર્થીઓએ ખેડૂતોની મુલાકાત લીધી હતી અને ગ્રામ્ય વિસ્તારમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના પ્રતિભાવો મેળવી અવનવી માહિતી પણ મેળવી હતી. પોરબંદર થી માધુપુર વચ્ચેના ઘેડ વિસ્તારની પણ મુલાકાત લીધી હતી અને અહીંના પરંપરાગત ખેતી પાકોની પણ માહિતી મેળવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationત્રીજો રાજકીય પક્ષ સ્થાપનાર શંકરસિંહ વાઘેલા ભાલા સાથે ઊતરશે ચૂંટણી જંગમાં
November 21, 2024 10:35 PMઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ઈઝરાયેલના PM નેતન્યાહુ વિરુદ્ધ ધરપકડ વોરંટ કર્યુ જાહેર...જાણો ગુનો શું છે
November 21, 2024 09:32 PMસાંજ સુધીમાં અદાણીને બીજો મોટો ફટકો, કેન્યાએ અદાણી ગ્રૂપ સાથેનો કરાર કર્યો રદ્દ
November 21, 2024 09:31 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech