કલેકટર કચેરીના જન સેવા કેન્દ્રનો દરવાજો લોક થઈ જતાં ભારે દોડધામ

  • February 16, 2024 04:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શ્રોફ રોડ પર આવેલી નવી કલેકટર કચેરીમાં આજે જનસેવા કેન્દ્રના દરવાજાનો લોક બગડી જતા ભારે દોડધામ થઈ જવા પામી હતી. કચેરી શ થવાનો સમય સવારે ૧૦:૩૦ વાગ્યાનો છે અને તે પહેલાથી જ અરજદારો આવી પહોંચ્યા હતા. પરંતુ દરવાજો ખુલતો ન હોવાથી અધિકારીઓ અને કર્મચારીઓમાં ભારે દોડધામ મચી જવા પામી હતી. ચાવીથી દરવાજો ખોલવા માટે કલાકો સુધી મહેનત કરવામાં આવી હતી પરંતુ તે સફળ ન રહેતા આખરે લોક તોડી નાખવાનો નિર્ણય લેવાયો હતો અને ત્યાર પછી જનસેવા કેન્દ્રમાં કામગીરી રાબેતા મુજબ શ થઈ હતી.

લોક હમણાં ખુલી જશે તેમ માનીને થોડો સમય માટે તો અરજદારોને રાહ જોવા માટે કહેવાયું હતું પરંતુ લાંબી મથામણ પછી પણ દરવાજો ન ખુલતા અરજદારોને પાછળના ગેટથી એન્ટ્રી આપવામાં આવી હતી અને કર્મચારીઓ પણ આ ગેટથી જન સેવા કેન્દ્રમાં પ્રવેશ્યા હતા. કલાકોની મથામણ પછી પણ દરવાજો ન ખુલતા છેવટે લોક તોડીને દરવાજો ખુલ્લો મુકાયો હતો.



નવી કલેકટર કચેરીના જનસેવા કેન્દ્રમાં બે દરવાજા છે. પ્રથમ લાકડાનો દરવાજો લોક વાળો છે અને તે ખુલ્યા પછી બીજો દરવાજો ઓટોમેટીક ઓપન કલોઝ થાય તેવી સિસ્ટમ વાળો છે. નવી સિસ્ટમવાળા આ દરવાજામાં કોઈ પ્રશ્નો ન હતો પરંતુ લોકવાળો દરવાજો મહા મહેનત પછી પણ ખુલ્યો ન હતો અને તાળું તોડવાની ફરજ પડી હતી.
સામાન્ય રીતે બિલ્ડિંગમાં પ્રવેશવાના મુખ્ય દરવાજાથી એન્ટ્રી લઈને લોબીમાંથી જન સેવા કેન્દ્રમાં કોઈ અરજદારને જવા દેવાતા નથી. પરંતુ આજે ખાસ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી આ એન્ટ્રી પણ માન્ય રાખવામાં આવી હતી અને દરવાજાનો લોક તોડી નાખ્યા પછી જૂની સિસ્ટમ મુજબ એન્ટ્રી ચાલુ કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News