ગુજરાત ટાઇટન્સે IPL 2025 ની નવમી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સને 197 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જ્યારે MI રન ચેઝ કરી રહી હતી, ત્યારે હાર્દિક પંડ્યા અને સાઈ કિશોર વચ્ચે ઝઘડો થયો હતો. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ શેર થઈ રહ્યો છે, જેમાં મુંબઈના કેપ્ટન હાર્દિક પંડ્યા વાંધાજનક શબ્દનો ઉપયોગ કરતા જોઈ શકાય છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ગુજરાતે મુંબઈ ઈન્ડિયન્સને 36 રનથી હરાવ્યું હતું.
મેદાનની વચ્ચે ધમાલ
આ ઘટના મુંબઈ ઈન્ડિયન્સની ઇનિંગની 15મી ઓવરમાં બની હતી. સાઈ કિશોરે એક ડોટ બોલ ફેંક્યો, જેના પછી તે હાર્દિક પંડ્યા તરફ જોવા લાગ્યો. આ વાત MI કેપ્ટનને ગમી નહીં, તેથી તે કિશોર તરફ ચાલવા લાગ્યો. બંને ખેલાડીઓ મેદાનની વચ્ચે સામસામે હતા, વાતાવરણ ગરમ થઈ ગયું હતું અને હાર્દિકે ખોટો શબ્દ પણ વાપર્યો હતો પરંતુ કોઈ મોટી ઘટના બને તે પહેલાં, અમ્પાયરોએ પરિસ્થિતિ શાંત કરી.
પછી એકબીજાને ગળે લગાવ્યા અને હાથ મિલાવ્યા
મેચ સમાપ્ત થયા પછી, જ્યારે બંને ટીમોના ખેલાડીઓ હાથ મિલાવવા માટે ભેગા થયા, ત્યારે હાર્દિક પંડ્યા અને સાઈ કિશોરે હાથ મિલાવ્યો અને એકબીજાને ગળે લગાવ્યા. મેચ પછી, કોમેન્ટેટર ઇયાન બિશપે સાઇ કિશોરનો ઇન્ટરવ્યુ લીધો, જેમાં તેમને હાર્દિક સાથેના ઝઘડા વિશે પ્રશ્નો પૂછવામાં આવ્યા. આના જવાબમાં સાઈ કિશોરે કહ્યું કે હાર્દિક મારો સારો મિત્ર છે, મેદાનનું વાતાવરણ આવું હોવું જોઈએ. મેદાનની અંદર, વિરોધી ટીમનો દરેક ખેલાડી તમારો વિરોધી છે પરંતુ અહીં વસ્તુઓને વ્યક્તિગત રીતે લેવાનો કોઈ અર્થ નથી.
સાઈ કિશોરની વાત કરીએ તો, તેણે મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચમાં 4 ઓવરના સ્પેલમાં 37 રન આપીને એક વિકેટ લીધી હતી. બીજી તરફ, હાર્દિક પંડ્યાએ બોલિંગમાં 2 વિકેટ લીધી અને 4 ઓવરમાં માત્ર 29 રન આપ્યા. આ સિવાય તે બેટિંગમાં ફક્ત ૧૧ રન જ બનાવી શક્યો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationનવરાત્રીના ત્રીજા દિવસે પ્રસાદ માટે બનાવો શીરો, જુઓ રેસીપી
April 01, 2025 05:07 PMઉનાળામાં પહેરો આ રંગના કપડાં, ઠંડકનો અનુભવ થશે અને મળશે પરફેક્ટ લુક
April 01, 2025 04:38 PMજો એક મહિના માટે ડુંગળી અને લસણ ખાવાનું બંધ કરી દો, તો શરીરમાં કોઈ ફેરફાર જોવા મળશે?
April 01, 2025 04:15 PMતું અપશુકનીયાળ છો એટલે સુપર માર્કેટ બંધ થઈ ગઈ કહી સાસરીયાઓનો પુત્રવધુને ત્રાસ
April 01, 2025 03:36 PMજામનગરમાં ૧૫ વર્ષની બાળા પર દુષ્કર્મ: મૃત બાળકને જન્મ આપ્યો
April 01, 2025 03:33 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech