સિવિલ હોસ્પિટલમાં ફાયર ઓફિસર હોવા જોઈએ, હવે છેક સરકાર–તંત્રને જ્ઞાન આવ્યું

  • May 31, 2024 03:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ સહીત રાયની સરકારી આરોગ્ય હોસ્પિટલમાં ફાયરઓફિસર હોપવા જોઈએ એ રાજકોટની ઘટના બાદ સરકારના આરોગ્ય વિભાગ અને હોસ્પિટલ તંત્રને જ્ઞાન આવતા ગાંધીનગર ખાતે આરોગ્ય કમિશનરની ફાયર સેફટીની સમીક્ષા અંગેની મળેલી બેઠકમાં આદેશ કરવામાં આવતા હવે રાજકોટ સિવિલ હોસ્પિટલ સહીતની સરકારી હોસ્પિટલમાં ફાયર ઓફિસરની હંગામી ધોરણે ભરતી કરવામાં આવશે.

રાજકોટના ટીઆરપી ગેમ ઝોનના અિકાંડએ સરકાર અને તંત્રને ધ્રુજાવી દીધું છે, સમગ્ર રાયમાં ફાયર સેફટીના સાધનો, એનઓસી અને બિયુ સર્ટી વગર ચાલતા કોમર્શિયલ બિલ્ડીંગો, સિનેમા, ખાનગી હોસ્પિટલ, મનોરંજનના સ્થળો સહિતની જગ્યાઓ સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે,

દુર્ઘટના ઘટે પછી જ તત્રં દોડે એ તો સરકારી સિસ્ટમનો એક ભાગ બની ગયો છે તેની જેમ રાજકોની સિવિલ હોસ્પિટલમાં દરરોજ ૧૦૦૦થી વધુની ઓપીડી, આઇપીડી (દાખલ) દર્દીઓ ઉપરાંત તેમની સાથે આવતા સ્વજનો અને હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબો સહિતનો સ્ટાફ કહીએ તો હોસ્પિટલમાં દરરોજ હજારો લોકોની અવરજવર અને આટલી મોટી હોસ્પિટલ હોવા છતાં આજદિન સુધી ફાયર ઓફિસરની જગ્યા ભરવામાં આવી ન હતી.
હોસ્પિટલમાં કોઈ આગનો બનાવ બંને તો તેને કાબુમાં લેવા માટે શું કરવું તે અંગેની તાલીમ મહાપાલિકાનો ફાયર સ્ટાફ અને ટ્રેઈની કર્મીઓ દવારા સ્ટાફ ને આપવામાં આવે છે. જે અનેક વખત નાના આગના છમકલાઓમાં કામ પણ આવી છે. પરંતુ મોટી કો ઘટના ઘટે ત્યારે શું ? એનો જવાબ આજસુધી હોસ્પિટલ તત્રં પાસે નહતો. પરંતુ ટીઆરપી ગેમ ઝોન અિકાંડ થયા બાદ સરકાર ને તંત્રને પણ જવાબ મળવા લાગતા અંતે સિવિલ હોસ્પિટલમાં ફાયર ઓફિસર હોવા જોઈએ તેનું જ્ઞાન લાગ્યું હતું અને જે અંગેની મિટિંગ પણ આજરોજ સિવિલ સુપ્રિટેન્ડેન્ટના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં આચાર સંહિતા હટતા જ ફાયર ઓફિસરની હંગામી ધોરણે જગ્યા ભરવા માટેનું નક્કી કરવામાં આવ્યું છે. અને તેનો પગાર રોગી કલ્યાણ સમિતિમાંથી કરવામાં આવશે. આ ઉપરાંત હોસ્પિટલના બિલ્ડિંગમાં ખુલ્લા કે લીક વાયરિંગ કે જોખમી ઇલેકિટ્રકસ સામગ્રી દૂર કરવા માટે પીઆઈયુ વિભાગને સૂચના આપી હતી. હોસ્પિટલ બિલ્ડીંગનું ફાયર સેફટીના સાધનો ચેક કરવા માટે ઓડિટ કરવા પણ વધુમાં જણાવ્યું હતું



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application