રશ્મિકા મંદાન્ના દક્ષિણની સાથે સાથે હિન્દી ભાષી રાજ્યોમાં પણ ઘણી લોકપ્રિય બની છે. ચાહકોએ તેને નેશનલ ક્રશનું બિરુદ આપ્યું છે. તે છેલ્લે ફિલ્મ એનિમલમાં સ્ક્રીન પર જોવા મળી હતી. ફિલ્મમાં તેનો અભિનય લોકોને ખૂબ જ પસંદ આવ્યો હતો. અભિનેત્રી આ દિવસોમાં મુંબઈમાં છે. તેણે ભારતમાં થયેલા વિકાસની પ્રશંસા કરી હતી. મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક અટલ સેતુની પ્રશંસા કરતા તેણે કહ્યું કે હવે માત્ર 20 મિનિટમાં બે કલાકની મુસાફરી કવર કરી શકાય છે. પીએમ મોદીએ અભિનેત્રીની પોસ્ટ પર પ્રતિક્રિયા આપી છે.
રશ્મિકાની પ્રશંસા પોસ્ટનો જવાબ આપતા પીએમ મોદીએ તેમના X એકાઉન્ટ પર લખ્યું, "ચોક્કસપણે! લોકોને જોડવા અને જીવનને બહેતર બનાવવાથી વધુ સંતોષકારક કંઈ નથી."
અભિનેત્રીએ તેના X હેન્ડલ પર ટ્રાન્સ હાર્બર લિંક પર મુસાફરી કરવાનો એક વીડિયો શેર કર્યો, જેમાં તેણે સમજાવ્યું કે કેવી રીતે એન્જિનિયરિંગના ચમત્કાર નવા ભારતના દરવાજા ખોલે છે. પોતાના વીડિયોમાં તેણે ભારતના વિકાસ અને ભવિષ્યની ખૂબ પ્રશંસા કરી. તેના દર્શકોને ભારતના વિકાસ માટે મત આપવાનું કહે છે.
અભિનેત્રીએ કહ્યું હતું કે, "નવી મુંબઈથી મુંબઈ, ગોવાથી મુંબઈ અને બેંગલુરુથી મુંબઈની મુસાફરી હવે ઘણી સરળ થઈ ગઈ છે. આ અદ્ભુત ઈન્ફ્રાસ્ટ્રક્ચર જોઈને ગર્વ થાય છે." અભિનેત્રીએ વધુમાં કહ્યું કે હવે ભારતને વિકાસના મામલે કોઈ રોકી શકશે નહીં. હવે કોઈ એવું ના કહી શકે કે ભારતમાં આવું ન થઈ શકે. છેલ્લા 10 વર્ષમાં ભારતમાં ઘણો વિકાસ થયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતમાં ઈલોન મસ્કની સ્ટારલિંકનો માર્ગ મોકળો, સેટેલાઇટ ઇન્ટરનેટ લાઇસન્સ મળ્યું
June 06, 2025 05:09 PMઅનુસૂચિત જાતિના યુવક-યુવતીઓ માટે વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિરનું આયોજન
June 06, 2025 03:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech