કોડીનાર તાલુકાના ડોળાસા ગામે ગુજરાત સરકાર દ્વારા ચાર કરોડના જંગી ખર્ચે સામૂહિક આરોગ્ય કેન્દ્ર નું નિર્માણ કરવા માં આવ્યું છે.લોકો ને જાણકારી આપવા માં આવી કે હવે ડોળાસા વિસ્તારના ગામડાના લોકો ને ચોવીસ કલાક દરરોજ સારવાર મળી શકશે.પ્રજાજનો માં ખુશી ની લાગણી છવાઈ પણ આ ખુશી લાંબો સમય ચાલી નહિ. કારણ કે આ દવાખાના માં હાલ કોઈ ડોકટર જ નથી.
કોડીનાર તાલુકાના ડોળાસા ખાતે ૨૦૨૦માં સામૂહિક આરોગ્ય કેન્દ્ર કાર્યરત થયું.ડોળાસા વિસ્તારના ચાલીસ ગામો ને સારવાર અર્થે એક સારું આરોગ્ય સંકુલ મળ્યું ...! ડોળાસા વિસ્તારના ગામડાની જનતા નો હરખ સમતો ન હતો. પણ હાલ જે સ્થતિ છે.તે જાણ્યા પછી સરકારના આરોગ્ય વિભાગની સરેઆમ લાપરવાહી સામે આવી છે.!! સરકાર હસ્તકની આવડી મોટી હોસ્પિટલમાં કોઈ જ તબીબ ન હોય તે લાપરવાહી નહિ તો બીજું શું છે.? જ્યાં સુધી બીજા ડોકટરોની નિમણુક ન થાય ત્યાં સુધી ફરજ પરના તબીબ ને છુટા કરી દેવા ...!!! તે બાબત યોગ્ય કહી જ ન શકાય ...! પણ આવી હકીકત ડોળાસા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં બની છે તે વાસ્તવિકતા છે. ગુજરાત સરકારના આરોગ્ય વિભાગને ડોળાસા ગામ ના અગ્રણીઓ અને કોડીનાર ના ધારા સભ્ય ડો. પદયુમાનભાઈ વાજા એ રૂબરૂ રજૂઆત કરી ઘટતા બે તબીબો ની નિમણુક કરવા માંગ કરી હતી.આ માંગણી સંતોષાય તે પહેલાં આ દવાખાના ના ફરજ બજાવતા એક માત્ર મહિલા તબીબે પણ રાજીનામું આપી દીધું હતું. નવાઈ ની વાત તો એ છે કે આ રાજીનામું સ્વીકારી પણ લેવાતા હાલ ડોળાસા સી.એચ.સી. માં કોઈ તબીબ જ નથી.જે હોસ્પિટલ માં ત્રણ થી ચાર તબીબો હોવા જોઈએ ત્યાં હાલ એક પણ તબીબ નથી..કોઈ ઇમરજન્સી જણાય તો અન્ય દવાખાના ના તબીબ ની સેવા લેવા માં આવે છે ડોળાસા ત્રણ તાલુકા ( ઉના...કોડીનાર અને ગીર ગઢડા ) તાલુકા ના ચાલીસ ગામડા નું મથક છે.બે લાખ થી વધુ લોકો ની વસ્તી માં એક માત્ર સરકારી દવાખાના માં તબીબો ના હોય તે બાબત પ્રજા ના પ્રતિનિધિઓ માટે લાંછન રૂપ છે !!! તુરત ડોળાસા માં ઘટતા તમામ ડોકટરો ની નિમણુક કરવા માંગ પ્રબળ બની છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં એક વર્ષમાં હાર્ટએટેકના ૬૨૫ કેસ : ૩૮ મૃત્યુ
January 24, 2025 05:34 PMજામ્યુકોના એસ્ટેટ અધિકારીઓ ટાઉનહોલના સીટી બસ સ્ટેન્ડ પર એક નજર તો કરો..
January 24, 2025 05:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech