(HMPV) હ્યુમન મેટાન્યુમોવાઈરસ થી ગભરાવવાની જરૂર નથી , સાવચેતી જરૂર રાખીએ
****
હ્યુમન મેટાન્યુમોવાઈરસ (HMPV) એ કોઈ નવો વાઈરસ નથી, વર્ષ ૨૦૦૧થી આ વાઈરસની ઓળખ થયેલ છે-આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ પટેલ
****
રાજસ્થાનના ડુંગરપુરથી સારવાર માટે અમદાવાદ આવેલા ૨ મહિનાના બાળકનું HMPV સેમ્પલ પોઝિટિવ જણાયું : હાલ બાળક સારવાર હેઠળ અને સંપૂર્ણપણે સ્ટેબલ
****
રાજ્યનો આરોગ્ય વિભાગ સચેત - કેસના મોનીટરીંગ, નિદાન, જનજાગૃતિ સહિતની વ્યવસ્થાઓ અંગેની તૈયારીઓ
****
નાગરિકોએ HMPV વાઈરસના ચેપના લક્ષણો સમજીને શું કરવું અને શું ન કરવું એની સમજણ કેળવવી આવશ્યક
****
હાલમાં ચીનમાં માનવ મેટાન્યુમોવાઈરસ(HMPV)ના કેસો જોવા મળી રહ્યા છે.
આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે,હ્યુમન મેટાન્યુમોવાઈરસ (HMPV) એ કોઈ નવો વાઈરસ નથી, વર્ષ ૨૦૦૧થી આ વાઈરસની ઓળખ થયેલ છે.
ગુજરાત રાજ્યનું આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ આ વાઇરસને લઈને તમામ તૈયારીઓ અને વ્યવસ્થાઓ સાથે સચેત છે. આરોગ્ય વિભાગ દ્વારા અગમચેતીના ભાગરૂપે તા. ૪ જાન્યુઆરી ના રોજ બેઠક કરીને રાજ્યના દરેક જિલ્લાના દરેક CDHO, MoH, સિવિલ સર્જન, SDH સુપ્રીન્ટેન્ડન્ટને આ વાઇરસના ચેપ સંબંધિત બાબતો પર સંપૂર્ણ ધ્યાન રાખવા સૂચના આપવામાં આવી છે.
ગુજરાતમાં HMPV વાઈરસ સંબંધિત કેસના નિદાન માટે રાજ્યની ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ થી લઇ મેડિકલ કૉલેજ સંલગ્ન હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલ ખાતે વ્યવસ્થા ઊભી કરવામાં આવનાર છે. આગામી અઠવાડિયાથી રાજ્યમાં પણ આ કેસનું નિદાન થઈ શકશે.
સામાન્ય નાગરિકોએ હ્યુમન મેટાન્યુમોવાઈરસ (HMPV)થી ગભરાવવાની જરૂર નથી, પરંતુ વાઇરસના લક્ષણો સમજીને તેના ચેપ સાથે સંબંધિત બાબતો જાણવી અને અપનાવવી જરૂરી છે.
મેટાન્યુમોવાઈરસ (HMPV) વિશે જાણવા જેવી બાબતો
- મેટાન્યુમોવાઈરસ (HMPV) અન્ય શ્વસન વાયરસ જેવો જ વાયરસ છે.
- વર્ષ ૨૦૦૧થી આ વાઈરસની ઓળખ થયેલ છે.
- આ વાઈરસ શિયાળાની ઋતુ દરમિયાન ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધોમાં દેખાય છે અને તેના લક્ષણોમાં સામાન્ય શરદી અને ફલુનો સમાવેશ થાય છે.
મેટાન્યુમોવાઈરસ (HMPV)ના લક્ષણો દેખાય તો શું કરવું (Do's) ?
- જ્યારે ઉધરસ અથવા છીંક આવે ત્યારે મોઢું અને નાકને રૂમાલ અથવા ટિસ્યુથી ઢાંકવું.
- નિયમિત રીતે હાથ સાબુ અને પાણીથી ધોવાં કે સેનેટાઈઝરનો ઉપયોગ કરવો.
- ભીડભાડવાળા સ્થળોથી દૂ૨ રહેવું અને ફલૂથી પીડિત વ્યક્તિઓથી ઓછામાં ઓછું એક હાથનું અંતર રાખવું.
- તાવ, ઉધરસ કે છીંક આવે છે તો જાહેર સ્થળો પર જવાનું ટાળવું.
- વધુ પાણી પીવું અને પૌષ્ટિક ખોરાક ખાવો.
- પ્રબળ પ્રતિરોધક શક્તિ માટે પૂરતી ઊંઘ લેવી.
- બીમારીઓ ફેલાતી અટકાવવા માટે યોગ્ય વેન્ટિલેશન વાળા વાતાવરણમાં રહેવું.
- શ્વસનને લગતા લક્ષણો જણાય તો ઘરમાં જ રહેવું, બીજાઓ સાથે સંપર્ક મર્યાદિત કરવો અને તાત્કાલિક નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવો.
મેટાન્યુમોવાઈરસ (HMPV)ના ચેપની સ્થિતિમાં શું ના કરવું (Don'ts):
- આવશ્યક ના હોય તો આંખ, નાક કે મોઢાને સ્પર્શ ક૨વો નહિ.
- ચેપ ગ્રસ્ત વ્યક્તિએ વ્યક્તિગત ચીજવસ્તુઓ જેમ કે ટુવાલ, રૂમાલ અથવા અન્ય વાસણો બીજા વ્યક્તિના સંપર્કમાં કે ઉપયોગમાં ના આવે તેનું ધ્યાન રાખવું.
- જાતે દવા લેવાનું ટાળવું, લક્ષણોમાં વધારો દેખાય તો આરોગ્ય કર્મચારીનો સંપર્ક કરવો.
હાલમાં, ગુજરાતમાં HMPV વાઈરસનો એક પોઝિટિવ કેસ જોવા મળ્યો છે. રાજસ્થાનના ડુંગરપુરથી અમદાવાદ ખાતે સારવાર માટે આવેલા 2 મહિનાના બાળકના સેમ્પલ HMPV પોઝિટિવ જણાયા છે,હાલમાં બાળક સારવાર હેઠળ અને સંપૂર્ણપણે સ્ટેબલ છે.
રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકોને ગભરાયા વિના સાવચેત રહેવા, ઉપર જણાવેલા સૂચનો અપનાવવા અને વાઇરસના લક્ષણો જણાય તો નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા આથી જણાવવામાં આવ્યું છે.
********
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડીસામાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસ, ફેક્ટરી માલિક દિપકની ઈડરથી ધરપકડ
April 01, 2025 10:03 PMભારતે કાઢી ડ્રેગનની હેકડી, શા માટે પરેશાન થઈ રહ્યું છે ચીન? હવે લંબાવે છે દોસ્તીનો હાથ
April 01, 2025 09:48 PMGUJCET 2025: પ્રોવિઝનલ આન્સર કી જાહેર, 5 એપ્રિલ સુધીમાં વાંધા રજૂ કરી શકાશે
April 01, 2025 08:38 PMગાંધીજીના પ્રપૌત્રી નીલમબેનનું 93 વર્ષની વયે નિધન, નવસારીમાં અંતિમ શ્વાસ લીધા
April 01, 2025 08:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech