શહેરમાં સીટી બસ સેવા ન હોય લોકો મોંઘા રીક્ષા ભાડા ખર્ચવા મજબૂર

  • June 04, 2025 02:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

  ભાવનગર શહેરમાં એક સીટી બસ ચાલતી હતી તે પણ બંધ કરી દેવામાં આવતા સામાન્યથી મધ્યમ વર્ગના લોકોને મસ મોટા રિક્ષા ભાડાઓ ખર્ચી મુસાફરી કરવાનો વારો આવ્યો છે.આથી તેમને આર્થિક સહિતની મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો છે.એક સમય હતો જ્યારે લગભગ શહેરના દરેક વિસ્તારમાં જવા માટે સીટી બસ સેવા ઉપલબ્ધ હતી.આજે સીટી બસ સ્ટેન્ડમાં બસના બદલે રીક્ષા અને અન્ય વાહનોનું પાર્કિંગ જોવા મળે છે.આજે રિક્ષાઓની બોલબાલા અને કંઇક અંશે દાદાગીરી પણ વધી છે ત્યારે ભાવનગરની પ્રજા તો નબળી છે પરંતુ નેતાગીરી તો પ્રજાને પણ સારી કહેવડાવે તેવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application