રાજકોટ મહાપાલિકાના સ્થાપના દિને આયોજિન મ્યુઝિકલ નાઇટમાં આવેલા અમાલ મલિકને આજકાલએ પ્રશ્ન પુછયો હતો કે બોલીવૂડમાં નેપોટિઝમ (ભાઇ, ભત્રીજા, ભાણીયા–સગાવાદ)ના કારણે ખરેખર ટેલેન્ટ ધરાવતા હોય કે સાહસિક હોય તેવા લોકોને તક મળતી નથી. તે વિશે તમો શું કહેશો ? આ સવાલના પ્રત્યુતરમાં અમાલ મલિકે જણાવ્યું હતું કે, બોલીવૂડમાં નેપોટિઝમ તો છે જ તેનાથી પણ આગળ વધીને કહત્પં તો ગ્રુપીઝમ અને કેમ્પિઝમ પણ છે. અમુક સિંગર, અમુક મ્યુઝિશિયન વગેરે અમુક ડિરેકટર કે પ્રોડયુસરની ફિલ્મમાં જ કામ કરે છે જે એક પ્રકારનું ગ્રુપીઝમ કે કેમ્પિઝમ કહી શકાય. નેપોટિઝમ વિશે તેમણે જણાવ્યું હતું કે તેમને વ્યકિતગત રીતે નેપોટિઝમમાં કશું જ ખોટું લાગતું નથી. જો નેપોટિઝમના કારણે ટેલેન્ટ ધરાવતા કલાકારને તક મળે તો નવોદિત કલાકારને આગળ વધવાનો માર્ગ મળે છે. ત્યારબાદ જણાવ્યું હતું કે, જો નેપોટિઝમના કારણે કોઇ સારા કલાકારની તક છીનવીને ફકત લાગતા વળગતાને કામ આપવાના હેતુથી કામ આપી દેવામાં આવે તો તે ખોટું છે. એકંદરે દરેક ક્ષેત્રમાં નેપોટિઝમ હોય છે તેમ જણાવી તેમણે ઉમેર્યું હતું કે આ મામલે બોલીવૂડ થોડું વધુ વગોવાઇ ગયું છે.
અમાલ મલિકને આજકાલએ બીજો પ્રશ્ન એ પૂછયો હતો કે ટેલિવિઝન ચેનલોમાં આવતા રીયાલીટી શોમાં બાળકો, ટીનએજર્સ કે યુવા સ્પર્ધકો જયારે ગીતોની પેશકશ કરે છે ત્યારે આ શોમાં જજ તરીકે બેઠેલા સિંગર્સ કયા બાત...કયા બાત...બહોત ખુબ તેવા ઉદગારો વ્યકત કરે છે, કયારેક તો જજ પોતે રડી પડતા હોય છે અને દોડીને સ્પર્ધકને ભેટી પડતા હોય છે. ત્યારબાદ સ્પર્ધકને પ્રથમ નંબર આપવામાં આવે છે પરંતુ રીયાલીટી શોમાં પ્રથમ નંબર મેળવ્યા બાદ તેને બોલીવૂડમાં કયાંય તક મળતી નથી ? આવું કેમ બને છે ? આ સવાલના પ્રત્યુતરમાં અમાન મલિકે કહ્યું હતું કે, પ્રથમ નંબર મેળવ્યા બાદ પણ મહેનત ચાલુ રાખવાની હોય છે જે મોટા ભાગના કલાકારો કરતા નથી. એક વખત નેમ અને ફેઇમ મળી ગયા બાદ અલગ રસ્તે ચાલી નીકળતા હોય છે. જો મહેનત જાળવી રાખે તો બોલીવૂડમાં તક મળે.
બોલીવૂડમાં હાલ કેવા સોંગ્સનો ટ્રેન્ડ ચાલે છે તેમ આજકાલએ પુછતા તેમણે જણાવ્યું હતું કે, મેલોડીયસ સોંગ હોય કે પોપ સોંગ હોય કે પછી રેપ સોંગ હોય બોલીવૂડમાં જે હિટ જાય છે તે જ ચાલે છે અને જે ચાલે છે તે હિટ જાય છે. મતલબ કે, ૧૯૮૦, ૧૯૯૦ કે ૨૦૦૦ના દાયકામાં જે પ્રકારના સોંગ્સ લોકપ્રિય હતાં તેવા સોંગ્સ અત્યારે ચાલતા નથી છતાં લોકોને સાંભળવા તો ગમે જ છે. લોકડાઉન બાદ મ્યુઝિક સાંભળવાની સાથે મ્યુઝિક જોવાનો ટ્રેન્ડ શરૂ થયો છે મતલબ કે લોકો ફકત ગીત સાંભળવાનો આનદં માણતા નથી પણ તેઓ ટેલિવિઝન કે મોબાઇલ ફોનમાં ગીત જોવે પણ છે. ફિલ્મોમાં ફેમીલી સાથે બેસીને જોઇ ન શકાય તેવા આઇટમ સોંગ્સ રજુ થતાં હોય છે તે વિશે શું કહેશો ? તેના પ્રત્યુતરમાં તેમણે જણાવ્યું હતું કે, પ્રેક્ષકોની ડિમાન્ડ મુજબ ફિલ્મમાં સોંગ્સ આવતા હોય છે અને હિટ જતાં હોય છે કયારેક ફિલ્મનો સબ્જેકટ એવા પ્રકારનો હોય છે કે તેમાં આઇટમ સોંગની ડિમાન્ડ પણ રહેતી હોય છે.
અમાલ મલિકએ તેના ફેવરિટ સિંગર અરિજીત સિંઘ અને શ્રેયા ઘોષાલને ગણાવ્યા હતાં, તદઉપરાંત તેઓ તેમના કાકા અનુ મલિકના બનાવેલા સોંગ્સ પણ ખુબ સાંભળતા હોવાનું જણાવી ઉમેયુ હતું કે, આજની મ્યુઝિકલ નાઇટમાં તેઓ અનુ મલિકના સોંગ્સ પણ રજૂ કરશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરિવાઇઝડ બિનખેતી પરવાનગીની પ્રક્રિયા અંગે રાજય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય
November 19, 2024 05:52 PMબિડેન, ટ્રુડો અને મેલોની...G-20 ફોટો સેશનમાંથી શા માટે ગાયબ ?
November 19, 2024 05:52 PMવિરાટ કોહલીનો આ છેલ્લો ઓસ્ટ્રેલિયા ટેસ્ટ પ્રવાસ! સૌરવ ગાંગુલીએ કરી ભવિષ્યવાણી
November 19, 2024 05:31 PMસફેદ વાળને કાળા કરવા અપનાવો આ ઘરેલું ઉપચાર
November 19, 2024 05:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech